અમદાવાદ: રથયાત્રા પૂર્વે નારોડામાંથી હથિયારો સાથે 2ની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાંથી હથિયારો પકડાતા ચકચાર મચી ગઇ છે. નરોડા કેનાલ પાસેથી ક્રાઈમ બ્રાંચે 6 પિસ્તોલ, 2 રિવોલ્વર, 4 મેગેઝિન, 101 કારતૂસનો જથ્થો જપ્ત કરી 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે 10 લોકો સામે ગુનો નોંધ્યો છે.
 
હથિયારો ઝડપાતા પોલીસ પણ એક્શનમાં

 

ક્રાઇમ બ્રાન્ચે કુલ રૂ.1.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, રથયાત્રા પહેલા આટલી મોટી માત્રામાં હથિયારો ઝડપાતા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. રથયાત્રા પહેલા હથિયારો ઝડપાતા હવે સવાલ એ છે કે આ હથિયારો આવ્યા ક્યાંથી, હથિયારોનો ઉપયોગ ક્યાં થવાનો હતો, શું કોઈ મોટા પ્લાનની યોજના હતી? આ તમામ સવાલો પોલીસ અને ક્રાઈમ બ્રાંચ માટે તપાસનો વિષય બન્યા છે.

 

રથયાત્રા પૂર્વે કડક પેટ્રોલિંગ

 

ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા આગામી તા.14મી જુલાઈના રોજ શહેરમાં નીકળવાની છે ત્યારે રાજ્યની સૌથી મોટી રથયાત્રાની સુરક્ષાને લઈ અમદાવાદ પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પર નાઈટ ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. આ વર્ષે પણ ગત વર્ષની જેમ જ લોખંડી સુરક્ષા વ્યવસ્થા તૈનાત રહેશે. જેમાં ડ્રોન, સીસીટીવી કેમેરા, હાઇટેક વાન સહિતની સુરક્ષા પણ હશે. જેના થકી શહેર પોલીસ રથયાત્રા દરમિયાન એકેએક ગતિવિધિ અને હિલચાલ પર બાજનજર રાખશે. રથયાત્રાને પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ શરૂ કર્યું છે.

 

અન્ય સમાચારો પણ છે...