કૃણાલના બેંક વ્યવહારોની તપાસ, કાળા જાદુની થિયરીને પોલીસ માનવા તૈયાર નથી

Ahmedabad Suicide Case: The investigation of the bank transactions of the Krunal
Bhaskar News

Bhaskar News

Sep 15, 2018, 09:54 AM IST

અમદાવાદ: નરોડા સામુહિક આત્મહત્યાની ભીતરમાં કારણો શોધવા માટે પોલીસ પાસે હાલના તબક્કે સુસાઇડ નોટ છે. જેમાં તથાકથિત કાળી શક્તિએ તેમને આત્મહત્યા કરવા માટે પ્રેર્યા હોવાનું મનાય છે.જોકે પોલીસ આ થિયરીને માનવા તૈયાર નથી. હાલમાં મુખ્યત્વે આર્થિક સ્થિતીને લઇને પોલીસે કુણાલ ત્રિવેદીના બેંક ખાતાઓને તપાસ ઉપરાંત એના બેંક સ્ટેટમેન્ટો મેળવવાની તજવીજ હાથ ધરી છે.

સુસાઈડ નોટની કાળા જાદુ વિશેની થિયરીને પોલીસ માનવા તૈયાર નથી

કૃણાલ ત્રિવેદીના હસ્તે લખાયેલી મનાતી સુસાઇડ નોટમાં તેની ભુતપુર્વ પ્રેમીકા, જેણે આત્મહત્યા કરી લીધી હતી. તે પરેશાન કરી રહી હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એકંદરે અંતિમ પગલુ ભરવા માટે કહેવાતી કાળી શક્તિ જ જવાબદાર હોવોનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ આ કેસમાં તપાસ કરી રહેલી પોલીસને હજુ સુધી આવા કોઇ જ પુરાવા સ્થળ પરથી મ‌ળ્યા નથી. આ અંગે ડીસીપી નિરજ બડગુર્જરે જણાવ્યું હતું કે પોલીસને હાલ તાંત્રિક વિધી જેવી કોઇ વસ્તુ મળી નથી.


જોકે પોલીસ અનેક વિધ દિશામાં તપાસ કરી રહી છે. જેમાં મુખ્યત્વે મરનાર કૃણાલ ત્રિવેદી ખરેખર આર્થિક તંગી અનુભવતો હતો કે અન્ય કોઇ કારણ જવાબદાર છે તે જાણવા તેમના બેંક સ્ટેટમેન્ટ મંગાવાયા છે. તેમજ પરિવારના ફોનની ડિટેઇલ્સ મંગાવાઇ હતી. સુસાઇડ નોટમાં તુષાર કાકા અને જિજ્ઞનેશભાઇ બધુ જાણે છે તો પોલીસે તેમના નિવેદન લીધા હતા. જેમાં જિજ્ઞનેશભાઇએ ઝઘડા કે એવુ કંઇ નહોતું.મને કંઇ નથી ખબર. એમ જણાવ્યું હતું.

6 લાખના વાઇટ મની તાત્કાલિક બતાવવાના હતા

કૃણાલે 5 સપ્ટેમ્બરે કુશવાહ ફાઇનાન્સ મેનેજમેન્ટના માલીક તેમજ તેના પૂર્વ પડોશી અવધેશ કુશવાહને ફોન કર્યો હતો. જેમાં કૃણાલે તેમને જણાવ્યું હતું કે પિતરાઇ બહનને 6 લાખની અનસિક્યોર્ડ લોન જોઇએ છે. કેમ કે પિતરાઇ બહેનને 6 -7 દિવસમાં એક કામ માટે 6 લાખના વાઇટ મની તાત્કાલીક બતાવવાના હતા. આ ઓડિયો અવધેશે પોલીસને સંભ‌ળાવ્યો હતો.

X
Ahmedabad Suicide Case: The investigation of the bank transactions of the Krunal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી