અમદાવાદના રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ફસાયેલી મહિલાનો પોલીસકર્મીએ જીવ બચાવ્યો ઘટના CCTVમાં કેદ

અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પર ચાલુ જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેનમાં ફસાયેલી મહિલાનો પોલીસકર્મીએ સતર્કતાથી જીવ બચાવ્યો

DivyaBhaskar.com | Updated - Aug 10, 2018, 03:17 PM
Ahmedabad Railway station rescued lady from policeman

અમદાવાદઃ ‘રામ રાખે એને કોણ ચાખે’ આજે આ કહેવત સાચી ઠરતી ઘટના સામે આવી છે. કાલુપુર રેલવે સ્ટેશનમાં ચાલુ ટ્રેનમાં ફસાયેલી મહિલનો પોલીસકર્મીએ જીવ બચાવ્યો હતો. રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-1 પર સવારે 8.34 કલાકે જબલપુર- સોમનાથ એક્સપ્રેસ ટ્રેનમાં એકાએક મહિલા ફસાઇ ગઈ હતી. પ્લેટફોર્મ પર ફરજ બજાવતા પોલીસકર્મીનું ધ્યાન જતા ઝડપથી દોડી તેને એક હાથે ખેંચી બચાવી લીધી હતી. જોતા જોતામાં અનેક લોકો ભેગા થઈ ગયા હતા. જો કે મહિલાને કોઇ પણ પ્રકારની ઇજા થઈ નથી.

જાંબાઝ જવાનની સતર્કતાથી મહિલાનો જીવ બચ્યો

પ્લેટફોર્મ પર પસાર થઈ રહેલા આર.પી.એફના સબ ઇન્સ્પેક્ટર સંજય બાવનેનું ધ્યાન જતાં મહિલાને મોતના મુખમાંથી બહાર કાઢી હતી. આ સમગ્ર ઘટના મણિનગર રેલવે સ્ટેશનના CCTVમાં કેદ થઈ હતી. જો કે આ ઘટના બાદ અન્ય પોલીસ અધિકારીઓ પણ મહિલા નજીક આવ્યા હતા. મહિલાને કોઇ પ્રકારે ઇજા ન થતાં સૌ રાહતના શ્વાસ લીધા હતા. મહિલા અન્ય સોમનાથ દર્શન અર્થે જતી હતી એવું ધ્યાને આવ્યું છે. થોડા સમય પહેલા જ મુંબઈમાં લોકલ ટ્રેનમાં આવી જ ઘટના બની હતી. જેમાં પણ ફસાયેલા વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા.

ચેતતા નર સદા સુખીઃ આપણે સૌ પ્લેટફોર્મ પર યોગ્ય રીતે ચાલીએ અને આવી ઘટનાઓથી બચીએ

Ahmedabad Railway station rescued lady from policeman
Ahmedabad Railway station rescued lady from policeman
X
Ahmedabad Railway station rescued lady from policeman
Ahmedabad Railway station rescued lady from policeman
Ahmedabad Railway station rescued lady from policeman
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App