તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદઃ 74 બેંક ડિફોલ્ટરની 860 કરોડની મિલકત ટાંચમાં લેવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ જુદી જુદી બેન્કની લોનો ભરપાઈ નહીં કરનારા 74 ડિફોલ્ટરોની 860 કરોડની મિલકતો ટાંચમાં લેવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે. જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે કહ્યું હતું કે, સર્ફેસી કાયદા હેઠળ અત્યાર સુધીમાં 250 કેસોની સુનાવણી હાથ ધરી કુલ રૂપિયા 4630 કરોડની મિલકતો ટાંચમાં લેવાના હુકમ કરાયા છે. કુલ 400 ડિફોલ્ટરો છે. જેની 6700 કરોડની મિલકતો ટાંચમાં લેવાની સુનાવણી હાથ ધરાશે. આ અગાઉ 176 કેસોમાં 3770 કરોડની મિલકતો ટાંચમાં લેવાના આદેશો જિલ્લા કેલક્ટરે કર્યા છે. બાકીના કેસોમાં ટૂંક સમયમાં જ કાર્યવાહી કરવામાં આવશે. સર્ફેસી કાયદા મુજબ બેંકો કલમ-14 હેઠળ અપીલ કરે ત્યારબાદ કલેકટર કેસ ચલાવે છે. કલેકટર ઓર્ડર કરે ત્યારબાદ બેંક મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી કરે છે.

 

સાડા ત્રણ વર્ષમાં કલેક્ટરે 400 ડિફોલ્ટર્સને નોટિસો અાપી છે


ડિફોલ્ટરોમાં સૌથી વધુ  મેસર્સ આરડોર ગ્લોબલ પ્રા.લિ.400 કરોડ અને મેસર્સ ચેમ એડ.પ્રા.લી.ના 300 કરોડ બાકી છે. આ સિવાય નાના ડિફોલ્ટરો છે. મિલકતો જપ્ત કર્યા બાદ તેની જાહેર હરાજી થશે. સરકારી તેમજ બિનસરકારી બેંકોને મિલકતો ટાંચમાં લેવા જિલ્લા કલેકટરમાં અપીલ કરવી પડે છે. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર એક સાથે કેસોની સુનાવણી કરે છે. 2015થી 2018ના સાડા ત્રણ વર્ષના ગાળામાં જ બેંકોને નાણાં નહીં આપવાના આ કિસ્સામાં તમામ 400 ડિફોલ્ટરોને નોટિસ પાઠવવામાં આવી છે. 

 

400 કરોડ સાથે મેસર્સ આરડોર ગ્લોબલ ડિફોલ્ટર્સની યાદીમાં પ્રથમ


અમદાવાદ શહેર તેમજ જિલ્લામાં જુદી જુદી બેંકો પાસે મિલકતો સામે લોન મેળવી બાદમાં કરોડોની લેણી રકમ ચઢવા છતાં નાણાં નહીં આપી ડિફોલ્ટર જાહેર થયેલી અનેક કંપની તેમજ વ્યક્તિઓ દ્વારા બેંકોમાં ગીરો મૂકાયેલી મિલકતો સર્ફેસી એક્ટ હેઠળ તેને જપ્ત કરવામાં આવી છે. જે બાદ બેંકો દ્વારા આ મિલકતોની જાહેર હરાજી દ્વારા તેમાંથી બેંકોની બાકી લેણી વસુલાત કરવામાં આવે છે. આ રીતે એનપીએ થયેલી કરોડની અસ્ક્યામતોને કાયદાકીય જોગવાઇ અનુસાર ડિફોલ્ટરને કુદરતી ન્યાયના સિદ્વાંત પ્રમાણે સાંભળવાની એક તક આપી તેમની મિલકતો ટાંચમાં લેવાની કલેકટર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

 

કેવી રીતે કાર્યવાહી થાય છે


જિલ્લા કલેકટર દ્વારા એનપીએ જાહેર થયેલી મિલકતોને ટાંચમાં લેવા માટે સર્ફેસી એક્ટ હેઠળ બેંક તેમજ લોનધારકને નોટિસ પાઠવી છે. બંનેને આ મામલે સાંભળવામાં આવે છે. તેને આધારે જે મિલકતો બેંકમાં લોન માટે મુકવામાં આવી હશે તે મિલકતને ટાંચમાં લેવાની કામગીરી હાથધરાય છે.

 

 

બેન્કોની NPA ઘટાડવા પગલું


દેશમાં બેન્કોની વધી રહેલી એનપીએને ખાળવા માટે દેશવ્યાપી અભિયાનો કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે પૂર્વ આરબીઆઈ ગવર્નર રાજનની પણ તે અનુસંધાને સલાહ લેવાઈ રહી છે, ત્યારે અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા એનપીએ ઘટાડવા સર્ફેસી એક્ટ હેઠળ જપ્તીની કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે. 

 

 

વર્ષ પ્રમાણે કેસોની સંખ્યા અને રકમ

વર્ષકેસરકમ કરોડ
201543.52
201653658.42
20172925909.92
201851195.96

 

2017માં સૌથી વધુ 292 ડિફોલ્ટરોએ લોન ન ભરી