Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » ahmedabad police takes a break, no mega traffic or demolition drive today

અમદાવાદ 'શાંત', 8 દિવસ સુધી શહેરને ટ્રાફિક અને દબાણ મુક્ત કર્યા બાદ બે દિવસનો વિરામ

Divyabhaskar.com | Updated - Aug 11, 2018, 12:20 PM

છેલ્લા 8 દિવસથી શહેરના મોટા ભાગના વિસ્તારોમાંથી દબાણો ખુલા કરીને પાર્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા સરળ બનાવી

 • ahmedabad police takes a break, no mega traffic or demolition drive today
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ભઠીયાર ગલીથી લઈ ખાઉ ગલી સુધીના તમામ ગેરકાયદેસર દબાણો તોડી નાંખ્યા

  અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ, અમદાવાદ શહેરમાં વર્ષો બાદ એએમસી અને શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અને પાર્કિંગના મુદ્દે જબરદસ્ત અભિયાન ચલાવ્યું હતું. છેલ્લા 8 દિવસથી શહેરના મોટા ભાગના વિસ્તારોમાંથી દબાણો ખુલા કરીને પાર્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા સરળ બનાવી દીધી હતી. સતત 8 દિવસની ટ્રાફિક ઝુંબેશ બાદ શનિ-રવિમાં આ ઝુંબેશને કામ ચલાઉ વિરામ આપવામાં આવ્યો છે. આમ શહેર આજે શાંત છે. હવે સોમવારથી ફરીવાર ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ બે દિવસ દરમિયાન મહાનગર પાલિકા અને શહેર પોલીસ સાથે મળીને શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગ મુદ્દે કયા પ્રકારની કામગીરી કરવી અને આ સમસ્યા ફરીવાર ન સર્જાઈ તે માટેની વ્યૂહ રચના ઘડશે.

  હોઈકોર્ટે એએમસી અને પોલીસ કમિશનરને લીધો હતો ઉધડો


  ગત જુલાઈ માસમાં ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં દિવસેને દિવસે વકરી રહેલી ટ્રાફિક સમસ્યાને પગલે શહેર પોલીસ કમિશ્નર અને એએમસીના કમિશ્નરનો ઉધડો લીધો લઈ, માત્ર વાતો નહીં પરંતુ કામ પણ કરવા ટકોર કરી હતી. અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું એ નરી વાસ્તવિકતા છે જે સમસ્યાના નિકાલ માટે કોર્પોરેશન કે પોલીસે કોઈ નક્કર કામગીરી નથી કરી એ પણ હકીકત છે. હાઈકોર્ટ દ્વારા કોર્પોરેશન અને શહેર પોલીસ કમિશનરને કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો હતો, અને બાદમાં બંને અધિકારીઓનો ઉધડો લીધો હતો. કેટલાક મુદ્દે ટકોર કરી હતી અને કેટલાક આદેશ પણ કર્યા હતા.

  ટ્રાફિક મામલે કોર્ટે ખખડાવી નાંખ્યા હતા


  કોર્ટમાં શહેર પોલીસ કમિશ્નર એ.કે. સિંઘ ટ્રાફિક વિભાગના સ્પેશિયલ સી.પી. નીરજા ગોતરું ડીસીપી ટ્રાફિક સુધીર દેસાઈ હાજર રહ્યા હતા. તો કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, અને કોર્ટે અવલોકન કરતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર અને કોર્પોરેશનને લોકોની સમસ્યા હલ કરવાની દાનત જ ન હોય તેવું લાગી રહ્યું છે. કોર્ટે વધુમાં કહ્યું કે, રોજ લોકો ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી રહ્યા છે વાસ્તવિક સ્થિતિનું તેમને ભાન જ નથી.

  અમદાવાદ જેવા શહેરમાં નાગરિકોની સુખાકારી માટે કોર્ટના હુકમ બાદ પણ જો કામગીરી થતી ન હોય તો તે ચલાવી લેવાય નહીં, રસ્તે રખડતા ઢોરના મામલે કોર્પોરેશન અને રાજ્ય સરકારે શું પગલા લીધા? રસ્તા પરના ખાડા દૂર કરવા તેમજ ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે શું પગલાં લીધા? કોર્ટે પૂછેલા તમામ સવાલનો જવાબ કોર્પોરેશન કે રાજ્ય સરકાર પાસે નથી કારણકે વાસ્તવિકતામાં કોઈ કામ જ થયા નથી. અમદાવાદ પોલીસ કમિશનર સામાન્ય વ્યક્તિની જેમ વર્તે છે પણ નાગરિકોની સુખાકારી એ કોઈપણ અધિકારીની પ્રાથમિકતા હોવી જોઈએ તેવા ટ્રાફિકને લઈને પ્રોપર સર્વે કરવાની જરૂર છે જે આજ સુધી થયો નથી.

  આગળ જાણો ટ્રાફિક મુદ્દે વીક દરમિયાન કયા કયા મોટા પગલા લેવામાં આવ્યા

 • ahmedabad police takes a break, no mega traffic or demolition drive today
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મહાઝુંબેશમાં 3 ડિસીપી, 6 એ.સી.પી. અને 10 પી.આઇ સહિતની 200 પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા

  હાઈકોર્ટના સૂચન બાદ છ કલાકમાં સીલ કરી હતી રાજપથ ક્લબ

   

   

  પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટે ઊધડો લીધાના છ જ કલાકમાં કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે રાજપથ કબલને સીલ કરી દીધું હતું. 44 વર્ષથી બેરોકટોક ચાલતી કલબ પર પહેલી વખત આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. રાજપથ કલબના કુલ 15 હજાર મેમ્બર છે અને પાર્કિંગ માત્ર 600 કારનુ છે. રોજ કલબમાં અંદાજે 45 હજાર લોકોની અવરજવર હોય છે તેની સામે અપૂરતુ પાર્કિંગ હોવાના કારણે રોડ પર આડેધડ પાર્કિંગ કરી દેવાતા ટ્રાફિકજામ થતો હતો. અન્ય ક્લબો પર પણ સિલિંગની સંભાવના મ્યુનિ.એ વ્યક્ત કરી હતી. 

   

  11 કિ.મી.સુધીની સૌથી મોટી ટ્રાફિક ડ્રાઈવ

   

   

  ચાલુ વીકમાં શહેરના હેવી ટ્રાફિક ધરાવતા 10 ભરચક વિસ્તારોના 11 કિલો મીટર સુધી AMC અને અમદાવાદ પોલીસના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક મહાઝુંબેશ ચાલાવી હતી. જેમાં સેકટર-2 વિસ્તારમાં માત્ર અઢી કલાકમાં 150 લોકોને નોટિસ આપવામાં આવી હતી. આ સાથે BRTS રૂટમાં જતા 150 વાહનચાલકોને દંડ ફટકારાયો હતો અને અનેક બિલ્ડીંગોને પણ નોટિસ અપાઈ હતી. આ મહાઝુંબેશમાં 3 ડિસીપી, 6 એ.સી.પી. અને 10 પી.આઇ સહિતની 200 પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. આ ટીમે ભરચક વિસ્તારોમાં જઇ દબાણો હટાવે છે અને ટ્રાફિક નિયમન કર્યું હતું. 


  આ વિસ્તારોમાં કરી હતી મેગા ડ્રાઈવ 

   

   

  - સારંગપુર પુલથી રખિયાલ ચાર રસ્તા- 3 કિ.મી.
  - રખિયાલ ચાર રસ્તાથી અજિત મીલ ચાર રસ્તા - 2.5 કિ.મી.
  - અજિત મીલ ચાર રસ્તાથી ગરીબ નગર ચાર રસ્તા- 0.5 કિ.મી.
  - ગરીબ નગર ચાર રસ્તાથી બાપુનગર ચાર રસ્તા- 1. કિ.મી.
  - બાપુનગર ચાર રસ્તાથી એમ.એસ. ભવન અને બાપુનગર ચાર રસ્તાથી પરત- 2.5 કિ.મી.
  - બાપુનગર ચાર રસ્તાથી એપ્રોચ ચોકી- 1.5 કિ.મી.

 • ahmedabad police takes a break, no mega traffic or demolition drive today
  કોર્પોરેશન દ્વારા કોટ વિસ્તારના ભદ્ર, ત્રણ દરવાજા, પાનકોર નાકા, કારંજ અને ભઠીયાર ગલીથી લઈ કાલુપુર સહિતના અનેક વિસ્તારોમાં બુલડોઝર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા

  લો ગાર્ડન પાસે આવેલી ખાઉગલી પણ તોડી પાડી

   

  ટ્રાફિક ડ્રાઈવને પગલે શહેરના લૉ ગાર્ડન પાસે આવેલી દેશની બીજા નંબરની સૌથી સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ ખાઉગલી પર મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝર ફેરવી દીધું હતું. વર્ષોથી અમદાવાદીઓ અહીં મોડી રાત્રે જમવા આવતા હતા, અને અહીં અનેક ફુડ સ્ટોલ્સ આવેલા હતા. જેના કારણે અહીં ટ્રાફિકની ખૂબ સમસ્યા થતી હતી. જોકે, અહીં પાર્કિંગની કોઈપણ પ્રકારની વ્યવસ્થા જ ન હોવાથી રસ્તા પર જ આખી ખાઉગલી ભરાતી હતી અને તેના કારણે વાહનોને પસાર થવા માટે જગ્યા જ રહેતી નહોતી. તેમાં પણ સાંજે તો સ્થિતિ એવી થતી કે અહીંથી ચાલીને પસાર થવું પણ મુશ્કેલ થઈ જતું.

   

  લાલ દરવાજા પાસેના દબાણો તોડ્યા

   

  કોર્પોરેશને શોપિંગ માટે પ્રખ્યાત લાલ દરવાજાની આસપાસ ડિમોલિશન કર્યું હતું. જેમાં વનરાજ હોટલની સાઈડનું ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોતી બેકરી, સાબર હોટલ દ્વારા કરવામાં આવેલા દબાણો પણ હટાવવામાં આવ્યા હતા. તેની સાથે સાથે અમદાવાદ જિલ્લા પંચાયત બિલ્ડિંગની આસપાસનું દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું. તેની સાથે જ જિલ્લા પંચાયત બહુમાળી ભવન આસપાસના સ્ટ્રિટ બજારનું દબાણ પણ દૂર કરાયું હતું. કોટ વિસ્તારના ભદ્ર, ત્રણ દરવાજા, પાનકોર નાકા, કારંજ અને ભઠીયાર ગલીથી લઈ કાલુપુર સહિતના અનેક વિસ્તારોમાં બુલડોઝર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

   

  ભઠીયાર ગલી પર ફેરવી દીધું બુલડોઝર


  આ ઉપરાંત કોર્પોરેશ દ્વારા કોટ વિસ્તારના ભદ્ર, ત્રણ દરવાજા, પાનકોર નાકા, કારંજ અને ભઠીયાર ગલીથી લઈ કાલુપુર સહિતના અનેક વિસ્તારોમાં બુલડોઝર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આમ લો ગાર્ડનની ખાઉ ગલી બાદ નોન-વેજ માટે પ્રખ્યાત ભઠીયાર ગલી પર પણ એએમસીનું જેસીબી ફરી વળ્યું હતું. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ