તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ પોલીસે રિક્ષાચાલકને જાહેરમા માર માર્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: અમદાવાદ પોલીસનો રિક્ષાચાલકને માર મારતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટ્રાફિક નિયમનના અમલવારીનો અતિરેક આ વીડિયો શિવરંજનીના બીઆરટીએસ પાસેનો છે. પોલીસે રિક્ષાચાલકને જાહેરમાં ડંડા ફટકાર્યા હતા અને લાફા માર્યો હતા. બાદમાં પોલીસ રિક્ષાચાલકને કાર્યવાહી કરવા માટે પોલીસ વાનમાં બેસાડીને લઈ ગઈ હતી. આ ઘટના ક્યારની છે તે હજૂ સુધી જણી શકાયું નથી પણ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે.


પોલીસની ખાખીના આડમાં પ્રજામાં ભય ફેલાવી રહી છે

અમદાવાદમાં ચાલી રહેલી ટ્રાફિક ઝુંબેશ હેઠળ કાયદાકીય કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યો છે. પણ શિવરંજની BRTS પાસે જાહેરમાં પોલીસે રિક્ષાચાલકને જાહેરમાં માર મારી પોતાની ખાખીનો ખોફ બતાવી રહી છે. પોલીસ આવી રીતે સામાન્ય પ્રજામાં ભય ફેલાવી રહી છે.

 

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...