ગ્રાઉન્ડ રિપોર્ટ / AMCની 'TOILET EK SHAME KATHA' ફિલ્મ, કોઈમાં દારૂની કોથળી તો કોઈમાં પાણી બંધ

divyabhaskar.com | Updated - Jan 12, 2019, 07:37 PM

* સ્વચ્છતા સર્ટિફિકેટ મેળવવા માટે AMCએ QCI સાથે સેટિંગ કર્યું

* જાહેર શૌચાલયોની હાલત બદ્દતર હોવાછતાં ODF+ સર્ટિફિકેટ કેવી રીતે મળ્યું?

* એએમસીના સત્તાધીશો પબ્લિક ટોઈલેટની વાસ્તવિક સ્થિતિથી અજાણ છે?

અમદાવાદઃ AMCએ તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત 'ઓપન ડિફેક્શન ફ્રી'(ODF) એટલે કે જાહેરમાં મળમૂત્ર મુક્ત શહેર હોવાનું પ્લસ રેટિંગનું સર્ટિફિકેટ મેળવ્યું છે. કોર્પોરેશને 34 કોમ્યુનિટી અને 42 પબ્લિક ટોઈલેટ-બાથરૂમમાંથી 24નું થર્ડ પાર્ટી ઈન્સપેક્શન કરાવ્યું છે. જેમાં 8 એકદમ સ્વચ્છ, 12 શાનદાર અને 4 બેસ્ટ ટોઈલેટ(ઉદાહરણરૂપ) તરીકે ઉભરી આવ્યા છે. એએમસીએ 76માંથી માત્ર 24નું જ ઈન્સપેક્શન કરાવીને QCI એજન્સી સાથે સેટિંગ કરી ODF+ સર્ટિફિકેટ મેળવ્યું છે. પરંતુ બાકીના 52ની સ્થિતિ શું છે તે જાણવાની તસ્દી પણ લીધી નથી. આ સર્વેક્ષણને પગલે DivyaBhaskarએ ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરી હતી.

સાવ સાધારણ ટોઈલેટને BEST જાહેર કર્યું

આ ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન ઉદાહરણરૂપ તરીકે ઉભરી આવેલું લાલ દરવાજાના એએમટીએસ બસ સ્ટેન્ડ પાછળનું ટોઈલેટ સાવ સાધારણ હાલતમાં જોવા મળ્યું હતું. જ્યારે લાલદરવાજા બસ સ્ટેન્ડ નજીક સાંઈબાબા અને શનિદેવ મંદિરની બાજુમાં આવેલું પે એન્ડ યુઝમાં દારૂની કોથળીઓ જોવા મળે છે અને ખંડેર હાલતમાં છે.

Ahmedabad News: Public Toilets in worst condition despite getting ODFplus certification

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App