રાજકારણ / પરેશ રાવલના સ્થાને મનોજ જોષી તો નહીં જ, સ્થાનિક આગેવાનોની નિરિક્ષકોને રજૂઆત

DivyaBhaskar.com

Mar 16, 2019, 03:31 PM IST
પરેશ રાવલ અને મનોજ જોષીની ફિલ્મ તસવીર
પરેશ રાવલ અને મનોજ જોષીની ફિલ્મ તસવીર
X
પરેશ રાવલ અને મનોજ જોષીની ફિલ્મ તસવીરપરેશ રાવલ અને મનોજ જોષીની ફિલ્મ તસવીર

  • નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર અને નિકોલ બેઠકના આગેવાનોનો વિરોધ
  • અમદાવાદ પૂર્વમાં પરેશ રાવલના બદલે મનોજ જોષીને ટિકિટ આપવાની હિલચાલ
  • પાર્ટી કાર્યક્રમમાં ગેરહાજર અને ફિલ્મોમાં વ્યસ્ત હોવાથી પરેશ રાવલની ટિકિટ કેન્સલ!

અમદાવાદ: અમદાવાદ પૂર્વની લોકસભા બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ પરેશ રાવલના બદલે મનોજ જોષીને ટિકિટ ફાળવવાની હિલચાલ સામે સ્થાનિક આગેવાનોએ નિરિક્ષક સમક્ષ ભારે વિરોધ નોંધાવ્યો હતો. અને આ બેઠક પર સ્થાનિક ઉમેદવાર મુકવા માટેની રજૂઆત કરી હતી.
ફિલ્મોમાં વ્યસ્ત હોવાથી પરેશ રાવલની ટિકિટ કેન્સલ !
1.અમદાવાદ પૂર્વના સાંસદ બન્યા બાદ પરેશ રાવલ મતવિસ્તાર માટે ખુબ જ નિષ્ક્રિય રહ્યા હોવાની રજૂઆતો ભાજપમાં થઈ હતી. એટલુ જ નહીં પક્ષના કાર્યક્રમોમાં પણ ફિલ્મ સ્ટાર પરેશ રાવલ અપેક્ષિત હોવા છતા સતત ગેરહાજર રહેતા હોવાથી પ્રદેશ ભાજપે પણ તેની ગંભીર નોંધ લીધી હતી. અને આ મામલે અગાઉ પરેશ રાવલને જણાવ્યું હતું પરંતુ પરેશ રાવલ ફિલ્મોમાં વ્યસ્ત હોવાના કારણે મતવિસ્તારમાં સમય ફાળવી શકતા ન હોવાથી તેમણે ફરીથી ચૂંટણી નહીં લડવા માટેનો નિર્ણય પક્ષના હાઈકમાન્ડને જણાવી દીધો હતો.
7માંથી 4 વિધાનસભાના આગેવાનોએ વિરોધ કર્યો
2.અમદાવાદ પૂર્વના સાંસદ અને ફિલ્મ સ્ટાર પરેશ રાવલ પોતાના મતવિસ્તારમાં સમય ન ફાળવી શકતા કાર્યકરો અને આગેવાનોમાં નારાજગી હતી. ત્યારે હવે પરેશ રાવલના સ્થાને બીજા ફિલ્મ કલાકાર મનોજ જોષીને ટિકિટ આપવાની હિલચાલ શરૂ થતા અમદાવાદ પૂર્વમાં આવતી 7 વિધાનસભામાંથી 4 વિધાનસભાના આગેવાનોએ વિરોધ વ્યક્ત કરી અમદાવાદના સ્થાનિકને ટિકિટ આપવા માટે માંગણી કરી હતી.
અમદાવાદ પૂર્વમાંથી સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગ
3.અમદાવાદ પૂર્વમાં સૌથી વધુ પાટીદાર મતદાર હોવા છતા પાટીદારોને ટિકિટ આપવામાં આવતી ન હોવાથી પાટીદાર આગેવાનોએ રજૂઆત કરી હતી. જ્યારે હિંદીવાસી મતદારો પણ વધુ હોવા છતા પરપ્રાંતીયને ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આની સાથે સિંધી અને ઓબીસી મતદારો પણ વધુ હોવાથી અમદાવાદના સ્થાનિક કોઈપણ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપીને અમદાવાદ પૂર્વના વિકાસમાં સાથ સહકાર મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. નરોડા, ઠક્કર-બાપાનગર, બાપુનગર અને નિકોલ બેઠકના આગેવાનોએ પરેશ રાવલના સ્થાને મનોજ જોષીના બદલે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા રજૂઆત કરી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી