મારામારી / અમદાવાદમાં યુવા મોરચામાં લેવા મામલે ભાજપના નેતાઓએ દલિત યુવકને માર માર્યો

Ahmedabad News BJP leaders beat Dalit youth at chandkheda
X
Ahmedabad News BJP leaders beat Dalit youth at chandkheda

  • દલિત યુવાનને ભાજપ યુવા મોરચાની બોડીમાં સામેલ થવા મામલે વિખવાદ
  • વિનોદ વ્યાસે છરી બતાવીને કહ્યું- હું ભાજપનો મહામંત્રી છું, મારી વગ છેક ઉપર સુધી છે

DivyaBhaskar.com

Feb 13, 2019, 12:13 PM IST
અમદાવાદ: ચાંદખેડામાં ભાજપ યુવા મોરચામાં આંતરિક જૂથવાદ અને જાતિવાદ સામે આવ્યો છે. યુવા મોરચાની બોડીમાં સામેલ થવા મામલે દલિત યુવકને ચાંદખેડા ભાજપ યુવા મોરચાના બે મહામંત્રી અને કાર્યકરોએ બોલાચાલી કરી મારામારી કરી હતી. યુવક અને તેના ભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચાંદખેડા પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
1. ભાજપ યુવા મોરચાની બોડીમાં લેવાના નથી કહી માર માર્યો
ચાંદખેડામાં રહેતા અને સત્યમેવ હોસ્પિટલ પાસે ડભોડિયા પાન પાર્લર ધરાવતા ગૌરાંગ આસોડિયા અને તેનો ભાઈ ગઈકાલે બપોરે ગલ્લા પર બેઠા હતા ત્યારે ચાંદખેડા ભાજપ યુવા મોરચાના મહામંત્રી કમલેશ ગોસ્વામી, વિનોદ વ્યાસ અને મનોજ બબ્બર સહિત ચાર લોકો ગલ્લા પર આવ્યા હતા અને ગાળો બોલી તમને ભાજપ યુવા મોરચાની બોડીમાં લેવાના નથી કહી બોલાચાલી કરી હતી. બોલાચાલી ઉગ્ર બનતા કમલેશ ગોસ્વામી અને વિનોદ વ્યાસે મારામારી શરૂ કરી હતી. હિતેશ છોડવવા વચ્ચે પડતા તેને પણ અન્ય લોકોએ માર માર્યો હતો.
2. ભાજપનો મહામંત્રી છું ઉપર સુધી વગ છે
ફરિયાદમાં જણાવ્યા મુજબ વિનોદ વ્યાસ પાસે છરી જેવું હથિયાર હતું જે બતાવી ધમકી આપી હતી કે હું ભાજપનો મહામંત્રી છું, મારી વગ છેક ઉપર સુધી છે, તમે મારુ કશું બગાડી નહિ શકો, હું ધારીશ તો તમને ખોટા કેસોમાં ભરાવી તડીપાર અને પાસા જેવી સજા કરાવીશ, તમારાથી થાય એ ભડાકા કરી લો.
3. બંને પક્ષે મારામારીની ફરિયાદ નોંધાઈ
હિતેશ, ગૌરાંગ અને તેના પિતાને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. ગૌરાંગે કમલેશ ગોસ્વામી, વિનોદ વ્યાસ અને મનોજ બબ્બર સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી હતી જ્યારે વિનોદ વ્યાસે ફરિયાદ કરી હતી કે કમલેશ ગોસ્વામીને હિતેશ પરમાર ઉઠાવી સત્યમેવ હોસ્પિટલ પાસે લઈ ગયા હતા અને મને બોલવતા તેઓ ત્યાં ગયા હતા જ્યાં જઈને ઉભા રહેતા હિતેશે ગાળો બોલી માર માર્યો હતો અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
4. ભાજપના નેતાઓએ પોલીસ પર આક્ષેપ કર્યા
પોલીસને જાણ કરવામાં આવતા ચાંદખેડા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વિનોદ વ્યાસે ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે પોલીસ સ્ટેશન ગયા ત્યારે સુરેશભાઈ નામના પોલીસ કર્મીએ હિતેશને તું અંદર જઈ એટ્રોસિટીની ફરિયાદ લખાવી દે અને ચા- મસાલાની વ્યવસ્થા કરવા કહી અમારી ફરિયાદ લીધી ન હતી. બીભત્સ વર્તન કર્યું હતું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી