આપઘાતનો પ્રયાસ / સરદારનગર પોલીસ સ્ટેશનમાં આરોપીએ સુસાઈડનો પ્રયાસ કર્યો

સરદારનગર પોલીસ સ્ટેશન ફાઈલ તસવીર
સરદારનગર પોલીસ સ્ટેશન ફાઈલ તસવીર
X
સરદારનગર પોલીસ સ્ટેશન ફાઈલ તસવીરસરદારનગર પોલીસ સ્ટેશન ફાઈલ તસવીર

  • રાજુ ખટવાણી નામનો આરોપી હાલ સિવિલમાં સારવાર હેઠળ
  • આરોપીએ માચિસથી પોતાના શર્ટ પર આગચંપી કરી હતી
  • DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા
  • સરદારનગર પોલીસે લૂંટ-ખંડણીના ગુનામાં આરોપીની અટકાયત કરી હતી

DivyaBhaskar.com

Feb 14, 2019, 02:50 PM IST
અમદાવાદ: સરદારનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે મોડીરાત્રે આરોપીએ પોતાના શરીર પર આગચંપી કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે દાઝેલા આરોપીને સારવારઅર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાના પગલે પોલીસબેડામાં દોડધામ મચી ગઈ છે.
1. આરોપીએ માચિસથી કપડા પર આગચંપી કરી
સરદારનગરમાં રહેતા રાજુ ખટવાની નામના યુવકને સરદારનગર પોલીસ ખંડણી અને લૂંટના ગુનામાં અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. આ દરમિયાન મોડીરાત્રે રાજુએ માચિસથી કપડા પર આગચંપી કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીરરીતે દાઝેલા રાજુને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો છે.
2. પોલીસ બેડામાં દોડધામ
ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ સરદારનગર પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. પોલીસ કસ્ટડીમાં જ ફરી એકવાર આપઘાતના પ્રયાસની ઘટના બનતા ચર્ચાનો વિષય બન્યો છે.
3. લોકઅપમાં આરોપી પાસે માચિસ કઈ રીતે આવી?
'આરોપીએ લોકઅપની અંદર આપઘાતનો પ્રયાસ કર્યો છે માચિસથી શરીર પર આગ લગાડવાનો પ્રયત્ન કર્યો હતો. હાલમાં આરોપીને તબિયત સ્થિર છે. આરોપી પાસે માચિસ કઈ રીતે આવી તે અંગે તપાસ થઈ રહી છે. સીસીટીવી ફૂટેજની કરી જે કોઈપણ પોલીસકર્મીની બેદરકારી હશે તેમની સામે પગલા લેવામાં આવશે'- ઝોન-4 ડીસીપી, નીરજ બડગુજર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી