Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Ahmedabad news: open defecation free city has 191 people caught urinating in public

'જાહેરમાં શૌચમુક્ત શહેર' અમદાવાદ, રસ્તા પર યુરિન કરતા 191 લોકો ઝડપાયા

Divyabhaskar.com | Updated - Jan 12, 2019, 04:37 PM

  • Ahmedabad news: open defecation free city has 191 people caught urinating in public
    જાહેરમાં શૌચ કરતા લોકો પાસે દંડ વસૂલી રહેલા એએમસીના અધિકારી

    અમદાવાદઃ AMCએ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત 3થી 5 જાન્યુઆરી દરમિયાન 'ઓપન ડિફેક્શન ફ્રી' એટલે કે જાહેરમાં મળમૂત્ર મુક્ત શહેર હોવાનું પ્લસ રેટિંગનું સર્ટિફિકેટ મેળવ્યું છે. તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે છેલ્લા 20 દિવસમાં જાહેરમાં યુરિન કરતા 191 લોકોને ઝડપી લઈ રૂ. 15,950નો દંડ વસૂલ્યો છે. એક તરફ કોર્પોરેશન જાહેરમાં મળમૂત્ર મુક્ત શહેર હોવાનું ODF+નું સર્ટિફિકેટ મેળવે છે અને બીજી તરફ જાહેરમાં યુરિન કરતા લોકો ઝડપાઈ રહ્યા છે. જેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે, કોર્પોરેશને પ્લસનું સર્ટિફિકેટ મેળવવામાં ગોઠવણ કરી છે.

    (AMCની 'TOILET EK SHAME KATHA' ફિલ્મ, કોઈમાં દારૂની કોથળી તો કોઈમાં પાણી બંધ)

દંડની પહોંચ હાથમાં આપી આરોપીની જેમ ઉભા રાખ્યા

  • 1.આ ઉપરાંત પૂર્વ ઝોનમાં જ જાહેરમાં ગંદકી કરતાં 180 એકમોની ચકાસણી કરી રૂ.93,500નો દંડ કર્યો છે. જાહેરમાં યુરિન 191 નાગરિકોને પકડી તેમના ફોટો પાડી પાસે દંડ વસૂલાત કરાય છે. માત્ર એટલું જ નહીં તેમને દંડની રકમ વસૂલ્યાની પહોંચ આપી આરોપીની જેમ બે હાથમાં પકડાવી ઉભા રખાય છે. આ તો હદ થઈ કહેવાય મ્યુનિસિપલ તંત્ર બાથરૂમ-ટોઈલેટની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે જેનો ભોગ નાગરિકો બની રહ્યા છે.
     
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ