સ્વચ્છતા / 'જાહેરમાં શૌચમુક્ત શહેર' અમદાવાદ, રસ્તા પર યુરિન કરતા 191 લોકો ઝડપાયા

જાહેરમાં શૌચ કરતા લોકો પાસે દંડ વસૂલી રહેલા એએમસીના અધિકારી
જાહેરમાં શૌચ કરતા લોકો પાસે દંડ વસૂલી રહેલા એએમસીના અધિકારી
X
જાહેરમાં શૌચ કરતા લોકો પાસે દંડ વસૂલી રહેલા એએમસીના અધિકારીજાહેરમાં શૌચ કરતા લોકો પાસે દંડ વસૂલી રહેલા એએમસીના અધિકારી

  • કોર્પોરેશનને જાહેરમાં મળમૂત્ર મુક્ત શહેર હોવાનું ODF+નું સર્ટિફિકેટ મળ્યું 
  • 63 લાખની વસતી ધરાવતા અમદાવાદમાં 76 પબ્લિક અને કોમ્યુનિટી ટોઈલેટ
  • 90 હજાર લોકોએ એક ટોઈલેટ હોવાથી લોકોને જાહેરમાં યુરિન કરવા મજબૂર 
  • AMC નવા ટોઈલેટ-બાથરૂમ બનાવતી નથી અને લોકોને દંડ ફટકારે છે
     

divyabhaskar.com

Jan 12, 2019, 04:37 PM IST

અમદાવાદઃ AMCએ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત 3થી 5 જાન્યુઆરી દરમિયાન 'ઓપન ડિફેક્શન ફ્રી' એટલે કે જાહેરમાં મળમૂત્ર મુક્ત શહેર હોવાનું પ્લસ રેટિંગનું સર્ટિફિકેટ મેળવ્યું છે. તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે છેલ્લા 20 દિવસમાં જાહેરમાં યુરિન કરતા 191 લોકોને ઝડપી લઈ રૂ. 15,950નો દંડ વસૂલ્યો છે. એક તરફ કોર્પોરેશન જાહેરમાં મળમૂત્ર મુક્ત શહેર હોવાનું ODF+નું સર્ટિફિકેટ મેળવે છે અને બીજી તરફ જાહેરમાં યુરિન કરતા લોકો ઝડપાઈ રહ્યા છે. જેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે, કોર્પોરેશને પ્લસનું સર્ટિફિકેટ મેળવવામાં ગોઠવણ કરી છે.

 

(AMCની 'TOILET EK SHAME KATHA' ફિલ્મ, કોઈમાં દારૂની કોથળી તો કોઈમાં પાણી બંધ)

 

 

દંડની પહોંચ હાથમાં આપી આરોપીની જેમ ઉભા રાખ્યા

આ ઉપરાંત પૂર્વ ઝોનમાં જ જાહેરમાં ગંદકી કરતાં 180 એકમોની ચકાસણી કરી રૂ.93,500નો દંડ કર્યો છે. જાહેરમાં યુરિન 191 નાગરિકોને પકડી તેમના ફોટો પાડી પાસે દંડ વસૂલાત કરાય છે. માત્ર એટલું જ નહીં તેમને દંડની રકમ વસૂલ્યાની પહોંચ આપી આરોપીની જેમ બે હાથમાં પકડાવી ઉભા રખાય છે. આ તો હદ થઈ કહેવાય મ્યુનિસિપલ તંત્ર બાથરૂમ-ટોઈલેટની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે જેનો ભોગ નાગરિકો બની રહ્યા છે.
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી