અમદાવાદ મેટ્રોની વધુ એક અંડરગ્રાઉન્ડ ટનલનું કામ શરૂ, સરસપુરમાં કામગીરી પૂરજોશમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: અમદાવાદ મેટ્રોના અંડરગ્રાઉન્ડ સેકશનનું ચોથું ટનલ બોરિંગ મશીન કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે લોન્ચ કરાયું હતું. સરસપુર પાસે મેટ્રો માટેની વધુ એક અંડરગ્રાઉન્ડ ટનલનું કામ શરૂ થયું છે. એપેરલ પાર્ક ડેપો ખાતેની કામગીરી સપ્ટેમ્બર,2018 સુધીમાં પૂરી થશે અને ઓકટોબર-2018માં ઓપરેશન માટે આ પેચ તૈયાર થઈ જશે. 


ઉત્તર અને દક્ષિણમાં રીચના બંન્ને છેડેથી કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં વાયડકટની કામગીરી પાંચ કિમી પૂરી થઈ છે અને તેના સ્ટેશનોના આરસીસી બાંધકામની કામગીરી હાલ પ્રગતિમાં છે. પશ્ચિમ ભાગમાં વાયડકટની કામગીરી 2 કિમી કરતા વધુ પૂરી થઈ છે. બીજા બે કિમીમાં વાયડકટનું કામ ચાલી રહ્યું છે. મેટ્રો પ્રોજેકટના અંડરગ્રાઉન્ડ સેકશનને એએસઆઈએ રક્ષિત સ્મારકોના કાયદા હેઠળ મંજૂરી અપાઈ છે. અંડરગ્રાઉન્ડ ટનલ એએસઆઈ દ્વારા રક્ષિત જાહેર કરેલા 10 સ્મારકો મળવાપાત્ર મંજૂરીના વિસ્તારમાંથી પસાર થાય છે.

 

 

અમદાવાદમાં હાલ સાબરમતી નદી પર 10 બ્રિજ છે. મેટ્રો રેલ માટે વધુ એક પુલ બનતાં કુલ બ્રિજની સંખ્યા 11 થશે. અમદાવાદમાં મેટ્રો રેલ માટેનો આ પ્રથમ પુલ બની રહેશે. શાહપુર શંકરભુવનથી જૂની હાઇકોર્ટ વચ્ચે બનનારા મેટ્રો રેલ માટેના એલિવેટેડ બ્રિજની સાથે સ્ટેશન માટેની તૈયારીઓ થઇ રહી છે. 


પ્રથમ તબક્કામાં ત્રણ કોચની મેટ્રો રેલની ડિસેમ્બર-2018 અથવા જાન્યુઆરી-2019 સુધીમાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક વચ્ચે ટ્રાયલ રન શરૂ કરવાનું આયોજન છે. તેના માટે સાઉથ કોરિયાથી કોચ ડિસેમ્બરમાં આવી જશે. એન્જિન ફિટિંગનું કામ બે ઇસ્ટ-વેસ્ટ કોરિડોર માટે વસ્ત્રાલથી થલતેજ તથા નોર્થ-સાઉથ કોરિડોરમાં ગ્યાસપુર ડેપોથી મોટેરા સુધીની બે લાઇન રહેશે.

 

265 મીટર પુલની લંબાઈ
04 પિલ્લર પુલ માટે બનશે
47 મીટર પિલ્લરની ઊંડાઈ
10 મીટર પુલની પહોળાઈ