તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેટ્રોસિટીઃ અમદાવાદમાં 2020 સુધીમાં દોડશે મેટ્રોરેલ, જાન્યુઆરીમાં ટ્રાયલ રન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાન્યુઆરી 2019ના પ્રથમ પખવાડિયામાં અમદાવાદ મેટ્રો રેલની વસ્ત્રાલથી એપેરલ પાર્ક ના 6.50 કી.મીના રૂટ પર  ટ્રાયલ રન કરાશે - Divya Bhaskar
જાન્યુઆરી 2019ના પ્રથમ પખવાડિયામાં અમદાવાદ મેટ્રો રેલની વસ્ત્રાલથી એપેરલ પાર્ક ના 6.50 કી.મીના રૂટ પર ટ્રાયલ રન કરાશે

અમદાવાદઃ કોરિયાથી આવેલા મેટ્રો રેલના કોચને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર જનતાના નિરીક્ષણ અને માહિતી માટે ખુલ્લો મુક્યો હતો. તેમણે કહ્યું કે આ કોચ કોરિયાથી મોડેલ તરીકે આવ્યો છે, જે મેટ્રો ટ્રેનની સુવિધા કેવી હશે તેનો ખ્યાલ નાગરિકોને આપશે.  આ મોકઅપ કોચ શહેરીજનો સવારે 9 થી રાત્રિના 9 વાગ્યા સુધી જોઇ શકશે.

 

મુખ્યમંત્રીએ કહ્યું કે, જાન્યુઆરી 2019ના પ્રથમ પખવાડિયામાં અમદાવાદ મેટ્રો રેલની વસ્ત્રાલથી એપેરલ પાર્ક ના 6.50 કી.મીના રૂટ પર  ટ્રાયલ રન કરાશે. માત્ર એટલું જ નહીં, વર્ષ 2020 સુધીમાં અમદાવાદમાં સંપૂર્ણ મેટ્રો ટ્રેન ચાલતી થઇ જશે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે સુરત મેટ્રો માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને ત્યાં પણ ગ્રાઉન્ડ વર્ક શરૂ કરીને ઝડપ ભેર કામ ઉપાડી સુરતને પણ મેટ્રો સુવિધાથી સાંકળી લેવાશે. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન મુખ્યમંત્રીએ મૂકબધિર બાળકો સાથે કોચનું નિરીક્ષણ કરી સંવેદનશીલતાનો સહજ પરિચય આપ્યો હતો.

 

 

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ અંતર્ગત તમામ એલિવેટેડ કસ્ટેશનોની લંબાઇ ૧૪૦ મીટરની રાખવામાં આવેલ છે, જયારે અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનોની લંબાઇ 220 મીટર કરતાં પણ વધારે રાખવામાં આવેલ છે. અમદાવાદ મેટ્રો રેલ હાલ દુનિયાની સૌથી અદ્યતન મેટ્રો ટેકનોલોજી આધારિત જીઓએ-૩ (ગ્રેડ ઓફ ઓટોમેશન) ટ્રેન છે. 

 

મેટ્રો ટ્રેનના ટેકનિકલ પાસાઓ

 

આ ટ્રેનની વિશેષતા એ છે કે દરેક લાઇનમાં ટ્રેન કન્ટ્રોલ રૂમથી ઓપરેટ અને કન્ટ્રોલ થાય છે. ડ્રાયવરની સીટ ઉપર એક ડ્રાયવર રાખવામાં આવે છે. જયારે પણ કોઇ ટેકનીકલ વિક્ષેપ યા ક્ષતિ ઉભી થાય તો ટ્રેનનું સંચાલન ડ્રાઇવર કરી શકે છે. ટ્રેનને ચલાવવા માટે તેમજ તેને મેન્ટેઇન કરવા માટે મેગા કંપની દ્વારા 606  જેટલા ટ્રેઇની એન્જીનીયર્સની પસંદગી કરવામાં આવેલ છે. આ ઉમેદવારો પૈકી 116  ઉમેદવારોને જરૂરી તાલીમ માટે મેટ્રો રેલ કોર્પોરેશનમાં મોકલવામાં આવેલ છે. તાલીમ પામેલા એન્જીનીયરો સ્ટેશન કન્ટ્રોલર અને ટ્રેન ઓપરેટીંગની કામગીરીમાં ઉપયોગી થશે. 

 

લાઈટ જશે તો પણ ટ્રેન એક કલાક સુધી દોડશે

 

અમદાવાદમાં ડિસેમ્બર 2018 સુધીમાં ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેનનું સંચાલન શરૂ કરવાની કવાયત વેગવંતી બની ગઈ છે. એક કોચમાં 300 લોકો પ્રવાસ કરી શકશે. એક કોચની લંબાઈ 16 મીટર, પહોળાઈ 4 મીટર, ઊંચાઈ 4 મીટર અને મહત્તમ સ્પીડ 90 કિલોમીટરની હશે. આ ઉપરાંત લાઈટ જશે તો પણ ટ્રેન એક કલાક સુધી દોડશે, જેથી પેસેન્જરની મુસાફરી અટકશે નહીં. જેમાં 40થી 50 લોકો બેસી શકશે, જ્યારે 250 લોકો ઉભા રહી શકશે. 

 

 

 

એક સ્ટેશન પર 30 સેકન્ડ રોકાશે

 

મેગા કંપની દ્વારા મેટ્રો ટ્રેનના 96 કોચ માટે 1050 કરોડ રૂપિયાના ખર્ચે દક્ષિણ કોરિયાની કંપનીને વર્ક ઓર્ડર આપ્યાં છે. સરેરાશ 34 કિલોમીટરની સ્પીડે દોડનારી આ ટ્રેન એક સ્ટેશન પર 30 સેકન્ડ રોકાશે. પીક અવરમાં આ ટ્રેનનું દર બે મિનિટે જ્યારે ભીડ ઓછી હોય ત્યારે 12થી 15 મિનિટે સંચાલન કરવામાં આવશે. કોચમાં સંચાલન સ્પીડ 80 કિલોમીટર, સરેરાશ સ્પીડ 34 કિલોમીટર, ઈમરજન્સી એલાર્મ, પેસેન્જર એડ્રેસિંગ સિસ્ટમ, સીસીટીવી અને સ્મોક એન્ડ ફાયર ડિટેક્શન સિસ્ટમ જેવી સુવિધાઓ હશે.

 

(અમદાવાદમાં આઈશરે અડફેટે લેતા યુવકનું મોત, લોકોએ ડ્રાઈવરને કર્યો પોલીસ હવાલે)