અમદાવાદ મેટ્રો / અમદાવાદ મેટ્રો/ સાઉથ કોરિયાના હુન્ડાઈ રોટેમ પોર્ટથી મેટ્રોના વધુ 3 કોચ મુન્દ્રા રવાના

સાઉથ કોરિયાથી મેટ્રો કોચને જહાજમાં મોકલવામાં આવ્યા
સાઉથ કોરિયાથી મેટ્રો કોચને જહાજમાં મોકલવામાં આવ્યા

DivyaBhaskar.com

Dec 07, 2018, 12:31 PM IST

* સાબરમતી રિવરફ્રન્ટમાં વલ્લભસદન પાસે એક કોચને ઓક્ટોબરમાં ડિસ્પ્લે માટે રખાયો હતો
* 21મી સપ્ટેમ્બરે આવેલા કોચનું 6 ઓક્ટોબરે CM રૂપાણીએ અનાવરણ કર્યું હતું
* ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેનનું સંચાલન થશે

અમદાવાદ: મેટ્રો ટ્રેનના ત્રણ કોચ સાઉથ કોરિયાના હુન્ડાઇ રોટેમ પોર્ટથી અમદાવાદ આવવા રવાના કરાયા છે. આ કોચ ત્રણ સપ્તાહમાં એટલે કે 31મી ડિસેમ્બર આસપાસ મુન્દ્રા પોર્ટ આવી પહોંચશે. 21 સપ્ટેમ્બરે પણ એક કોચ આવ્યો હતો.

પ્રથમ તબક્કામાં વસ્ત્રાલથી શરૂ થશે


- જાન્યુઆરીથી ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેનને દોડતી કરાશે
- સરેરાશ 34 કિલોમીટરની સ્પીડે દોડનારી ટ્રેન એક સ્ટેશન પર 30 સેકન્ડ રોકાશે
- તેમાં 40થી 50 લોકો બેસી શકશે અને 250 લોકો ઊભા રહી શકશે
- મેટ્રો ટ્રેનના 96 કોચ માટે 1050 કરોડ રૂપિયાના ખર્ચે દક્ષિણ કોરિયાની કંપનીને વર્ક ઓર્ડર આપ્યાં છે
- પીક અવરમાં દર બે મિનિટે અને ભીડ ઓછી હોય ત્યારે 12થી 15 મિનિટે સંચાલન થશે
- 3 કોચની એક ટ્રેનનું સંચાલન કરાશે પરંતુ ડિમાન્ડ વઘશે તો વધારીને 6 કરાય તેવી વ્યવસ્થા


મેટ્રો કોચની ખાસિયત

- લંબાઈ 16 મી., પહોળાઈ 3 મી. ઊંચાઇ 4મી.
- સ્પીડ : મહત્તમ 90 કિમી, સંચાલન 80 કિમી અને સરેરાશ 34 કિમી
- ઇમરજન્સી એલાર્મ, પેસેન્જર એડ્રેસિંગ સિસ્ટમ, CCTV,બેટરી બેકઅપ 1 કલાક
- સ્મોક એન્ડ ફાયર ડિટેક્શન સિસ્ટમ જેવી સુવિધાઓ
- વીજળી સપ્લાય બંધ થાય તો પણ ટ્રેન દોડશે

X
સાઉથ કોરિયાથી મેટ્રો કોચને જહાજમાં મોકલવામાં આવ્યાસાઉથ કોરિયાથી મેટ્રો કોચને જહાજમાં મોકલવામાં આવ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી