ન્યૂઝીલેન્ડ ગોળીબાર / અમદાવાદ GEBના નિવૃત અધિકારી મહેબૂબ ખોખરનું મોત

DivyaBhaskar.com

Mar 16, 2019, 06:04 PM IST
મહેબૂબ ખોખરની ફાઈલ તસવીર
મહેબૂબ ખોખરની ફાઈલ તસવીર
X
મહેબૂબ ખોખરની ફાઈલ તસવીરમહેબૂબ ખોખરની ફાઈલ તસવીર

  • મહેબૂબ ખોખરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
  • જુમ્માની નમાજ માટે મસ્જિદ ગયા અને અંધાધુંધ ગોળીબાર થયો હતો, જેમાં મહેબૂબ ખોખરને ગોળી વાગી હતી
  • જૂહાપુરામાં રહેતા મહેબુબ ખોખર પત્ની સાથે મળી પુત્રને મળવા ન્યૂઝીલેન્ડ ગયા હતા

અમદાવાદ: ન્યૂઝીલેન્ડ મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં અમદાવાદના જૂહાપુરામાં રહેતા અને ગુજરાત ઈલેક્ટ્રિસીટી બોર્ડ (GEB)ના નિવૃત અધિકારી મહેબૂબ ખોખરને ગોળી વાગી હતી. તેમનું આજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. મહેબૂબભાઈ તેમની પત્ની અખ્તર બેગમ પુત્ર ઈમરાનને મળવા માટે ન્યૂઝીલેન્ડ ગયા હતા. જુમ્માની નમાજ માટે મસ્જિદ ગયા અને અંધાધુંધ ગોળીબાર થયો હતો. આ દરમિયાન મહેબૂબભાઈને ગોળી વાગી હતી. ત્યારબાદ ઓથોરિટીએ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ ગયા હતા.

મહેબુબભાઈ GEBના નિવૃત અધિકારી
1.મળતી માહિતી પ્રમાણે મહેબુબ ખોખર ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડમાં ડેપ્યૂટી એન્જિનિયરની પોસ્ટ પર હતા. 5 વર્ષ પહેલા જ તેઓ નિવૃત થયા હતા. પુત્ર ઈમરાને માતા-પિતાને મળવા માટે ન્યુઝીલેન્ડ બોલાવ્યા હતા. જેથી બે મહિના પહેલા મહેબુબ ખોખર તેમની પત્ની સાથે ન્યુઝીલેન્ડ ફરવા ગયા હતા.
49ના મોત અને 40 ઘાયલ
2.ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં બે મસ્જિદોમાં આવેલા ઈમિગ્રન્ટ્સ પર શુક્રવારની નમાજ પહેલા ભયાનક હુમલો થયો હતો. કોઈપણ દેશમાં થયેલો આ પ્રકારનો આ ભયાનક વંશીય હુમલો છે. હુમલાખોર વ્હાઈટ સુપ્રીમસીની વાત કરતાં પહેલા અલ નૂર મસ્જિદમાં ઘૂસી ગયો હતો. દરવાજો બંધ કરીને બોલ્યો પાર્ટી શરૂ ! પછી ગોળી વરસાવાની શરૂ કરી તેમાં 49 લોકો માર્યા ગયા અને 40 લોકો ઘાયલ થયા હતા.
હુમલામાં નવસારીના જુનૈદનું મોત
3.ન્યુઝીલેન્ડમાં થયેલા આતંકવાદી હુમલામાં નવસારી નજીકના અડદા ગામના જુનૈદનું મૃત્યુ થયું છે. તેને પણ અંધાધૂંધ ગોળીબારમાં ઘણી ગોળી વાગી હતી અને સ્થળ પર જ તેનું મોત થયું હતું. તે માંડવી તાલુકાના તડકેશ્વર ગામના અહમદ અફીણીના જમાઈ છે. જુનૈદ યુસુફ કારા છેલ્લા કેટલાક સમયથી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયા હતા.વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ભરૂચ, વડોદરા અને આણંદમાં રહેતા લોકો પણ ભોગ બન્યા
4.ન્યુઝીલેન્ડમાં હુમલામાં આણંદનો 21 વર્ષનો સિવિલ એન્જિનિયર મસ્જિદના મીમ્બર પાછળ સંતાઇ જતાં તેનો આબાદ બચાવ થયો હતો. તેવી જ રીતે ભરૂચના લુવારા ગામનો રહીશ હાફીઝ મુસા ગંભીર રીતે ઘાયલ થયો હોવાની વાત આવી છે. વડોદરાના પિતા-પુત્ર - આરીફ અને રમીઝ પણ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ બંને નમાજ પઢવા ગયા હતા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી