દહેજના ભૂખ્યા સાસરિયાએ પરિણીતાને બાંધીને ઢોર માર માર્યો, 5 મહિના પહેલા જ થયા હતા લગ્ન

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

DivyaBhaskar.com

Sep 11, 2018, 06:06 PM IST

અમદાવાદ: 5 મહિના પહેલાં પ્રભુતામાં પગલાં પાડનારી યુવતીનાં દહેજ ભૂખ્યા સાસરિયાંએ ઘરે બાંધીને ઢોર માર માર્યો હતો. જે બાદ પરિણીતા પિયર આવી તો તેના માતાપિતાએ જણાવ્યું કે તેના સાસરિયાં દ્વારા છૂટાછેડાની નોટિસ આપવામાં આવી છે. પિયર આવીને મારી નાખવાની ધમકી આપતા કંટાળેલી મહિલાએ આખરે મહિલા પોલીસ સ્ટેશન (પૂર્વ)માં સાસરિયાં વિરુદ્ધ દહેજની ફરિયાદ કરી છે. મણિનગરમાં રહેતી 23 વર્ષીય સ્વરાનાં લગ્ન એપ્રિલ મહિનામાં મહેસાણાના મૌલિક સાથે થયાં હતાં.

‘અમારે આને નથી રાખવી, છૂટાછેડા જોઈએ છે’

સાસરિયાંને ગામમાં જમીન ખરીદવી હોવાથી સ્વરાને પિયરમાંથી બે લાખ લઈ આવવા દબાણ કર્યું. સાથેસાથે કહ્યું, 'જો બે લાખ રૂપિયા નહીં લાવે તો છૂટાછેડા આપી દઇશું.' સ્વરાએ માતાપિતા પાસે પૈસા ન હોવાનું કહેતા 5 જુલાઈએ સાસરિયાંએ સ્વરાના માતાપિતાને બોલાવી સરપંચ તથા બીજા ગામના વડીલોની વચ્ચે કહ્યું, 'અમારે આને નથી રાખવી છૂટાછેડા જોઈએ છે. ત્યારે સ્વરાનાં માતાપિતાએ છૂટાછેડા આપવાનો ઇનકાર કરી દીકરીને સાસરે જ મૂકી તેઓ ઘરે ચાલ્યા ગયા હતા.

દહેજ માંગી ઢોર માર માર્યો
સાસરીમાં જ રોકાયેલી સ્વરાને 4 ઓગસ્ટે સાસરિયાંએ દહેજ માગી બાંધી ઢોર માર માર્યો હતો. એ બાદ સાસરિયાંએ તેને છોડી દેતાં સ્વરા મણિનગર ખાતેના પિતૃગૃહે આવી ગઈ હતી. જ્યાં તેના માતાપિતાએ સ્વરાને સાસરિયાં દ્વારા છૂટાછેડાની નોટિસ મોકલાઈ હોવાનું જણાવ્યું હતું.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી