ફી વિવાદ / અમદાવાદની કામેશ્વર સ્કૂલે ફી મામલે 300થી વધુ વિદ્યાર્થીને પરીક્ષાથી દૂર રાખ્યા

કામેશ્વર સ્કૂલ બહાર વાલીઓ સાથે ઉભેલા વિદ્યાર્થીઓ
કામેશ્વર સ્કૂલ બહાર વાલીઓ સાથે ઉભેલા વિદ્યાર્થીઓ
X
કામેશ્વર સ્કૂલ બહાર વાલીઓ સાથે ઉભેલા વિદ્યાર્થીઓકામેશ્વર સ્કૂલ બહાર વાલીઓ સાથે ઉભેલા વિદ્યાર્થીઓ

divyabhaskar.com

Jan 11, 2019, 05:26 PM IST

* વિદ્યાર્થીઓને પહેલા ગ્રાઉન્ડમાં અને ત્યારબાદ ક્લાસમાં બેસાડી વાલીઓને ફી ભરવા માટે ફોન કર્યાં

 

અમદાવાદઃ ફી મામલે ખાનગી શાળાઓ બેફામ બની રહી હોવાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. શહેરના આનંદનગરમાં આવેલી કામેશ્વર સ્કૂલમાં ફી ન ભરવાને કારણે ધોરણ 5થી 8ના 300 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખવામાં આવતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

 

(વાઇબ્રન્ટ સમિટ દરમિયાન PM બે દિવસ ગુજરાતમાં, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં ખરીદી કરશે)

 

વિદ્યાર્થીઓને અન્ય ક્લાસમાં બેસાડતા હોબાળો

 

કામેશ્વર સ્કૂલે ધો. 5 થી 8નાં 300 જેટલા વિદ્યાર્થીઓને ફી ન ભરતા અન્ય ક્લાસમાં બેસાડવામાં આવતા હોબાળો થયો હતો. જેને પગલે વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે કે ચોથા ક્વાર્ટરની ફી બાકી હોવાને કારણે સ્કૂલ દ્વારા 300થી વધુ વિદ્યાર્થીઓને પહેલા ગ્રાઉન્ડમાં અને ત્યારબાદ ક્લાસમાં બેસાડીને વાલીઓને ફી ભરવા માટે ફોન કરવામાં આવ્યા હતા.

 

સ્કૂલે વિદ્યાર્થીઓને અન્ય ક્લાસમાં બેસાડ્યા હોવાની વાત સ્વીકારી

 

આ તમામ વિદ્યાર્થીઓમાંથી માત્ર એક જ વિદ્યાર્થિનીને વાલીના આક્રોશ બાદ પરિક્ષા આપવા દેવાઇ હતી. તો બીજી તરફ સ્કૂલે વાલીઓના આક્રોશને જોતા પોતાની ભૂલ સ્વીકારતા બાળકોને અન્ય ક્લાસમાં બેસાડ્યાની વાત કબૂલી હતી. પરંતુ પરીક્ષા તો તમામની લેવાઇ હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરકારના નિયમ મુજબ વિદ્યાર્થીની ફી બાકી હોય ત્યારે વિદ્યાર્થીને પરીક્ષાથી દૂર રાખી શકાય નહી.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી