તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદના હિતેશ ઝવેરી લુંટ વીથ મર્ડર કેસનો આરોપી હિમાચલથી પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ શહેરના શિવરંજની વિસ્તારમાં 2014માં જે.કે.બુલિયન પ્રા.લિના માલિક હિતેશ ઝવેરી ઉપર ફાયરીંગ કરી રૂા. 1 કરોડ 9 લાખની લુંટ વીથ મર્ડર કેસના વોન્ટેડ આરોપી વિજેન્દ્રસિંગ ઉર્ફે ડોકટર લોધની ક્રાઈમ બ્રાંન્ચે હિમાચલ પ્રદેશમાંથી ધરપકડ કરી હતી, જયાં તે એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.

 

 

આ અંગે માહિતી આપતા ક્રાઈમ બ્રાંન્ચના ઈન્ચાર્જ એસીપી એસ.એલ.ચૌધરીએ જણાવ્યું હતું કે, પી.આઈ બી.પી.રોજીયા તથા તેમની ટીમે બાતમીના આધારે હિમાચલ  પ્રદેશના સોનલ જિલ્લાના બદ્રી તાલુકાના ઝાડમાંઝરી ગામમાં રેડ કરી વિજેન્દ્રસિગ ઉર્ફે ડોકટર છજ્જુસિંગ લોધને ઝડપી લીધો હતો. આરોપી અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે 2014માં જે.કે.બુલિયન પ્રા.લિના માલિક હિતેશ ઝવેરી એસબીઆઈ બેંકમાં પૈસા ભરવા જતા હતા ત્યારે તેમની ઉપર ફાયરીંગ કરી રૂા. 1 કરોડ 9 લાખ લુંટી લેવાના કેસમાં સંડોવાયેલો હતો. વિજેન્દ્રસિંગ અગાઉ બુલંદ શહેરમાં એક દવાખાનામાં નોકરી કરતો હતો, જયાં તેની ઓળખાણ અન્ય એક આરોપી અકીલ જોહજે  તથા ઈકરાર ઉર્ફે લમ્બુ સાથે થઈ હતી. અકીલના સબંધીઓ અમદાવાદમાં રહેતા હોઈ ઝાબુર રહેમાન શેખ સાથે મળીને અમદાવાદમાં લુંટ કરવાનું પ્લાનીંગ કર્યું હતું.