અમદાવાદઃ શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી પર સેટેલાઈટ વિસ્તારમાં અપહરણ કરી બે શખ્સો દ્વારા દુષ્કર્મ કરવાની ઘટનાએ શહેરીજનોને હચમચાવી દીધા છે. આજે આ દુષ્કર્મ કેસમાં યુવતીના ઈન્સ્ટાગ્રામ ચેટના સ્ક્રિન શોટ્સ બહાર આવ્યા છે. જેમાં તેને બ્લેકમેલ કરીને પીડિતા પાસે 50 હજાર રૂપિયા અથવા તો વન નાઈટ સ્ટેન્ડ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાની વાતો વાંચવા મળે છે.
મહિલા ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ તપાસ
આજે આ ઘટનાની તપાસ મહિલા ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ ડીસીપી પન્ના મોમાયાએ પીડિતાનું નિવેદન નોંધી લીધું છે.
(વેરાવળ: બાળકોને ઉઠાવી જવાની શંકાએ મહિલાને મકાનમાં પૂરી દીધી)
પીડિતાને ઇન્સ્ટાગ્રામ વાપરવું એટલુ ભારે પડી ગયું કે, આ પ્લેટફોર્મ પર મિત્ર બનેલા લોકોએ જ અન્યને યુવતીને જાણ કરીને તેને સતત બ્લેકમેલ કરી હતી.
વીડિયો વાયરલ કરવાની ધમકી
આ બ્લેકમેઈલિંગ એટલી હદે વધી ગયું હતું કે, યુવતીને અનેક લોકો વીડીયોની ધમકી આપીને તેની સાથે સંબંધ બનાવવા માટે દબાણ કરતા હતા.આ દરમિયાન પીડિતા સાથે તમામ એવી હરકતો થઇ કે, જેની તેણીએ ક્યારેય તેના મિત્રો પાસે કલ્પના પણ નહીં કરી હોય.
આગળ જાણો ઈન્સ્ટાગ્રામ ચેટ દરમિયાન યુવતીને આપેલી ધમકીઓ અંગેની વિગતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.