અમદાવાદ: ગેસ સિલિન્ડર લીકેજ થયું, માચીસ સળગાવતાં આગ, બે માસૂમના મોત, પતિ-પત્ની ગંભીર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: વટવા જીઆઇડીસી વિનોબા ભાવે નગરમાં આવેલા એક મકાનમાં ગેસનો બાટલો લીક હતો.  માચીસ સળગાવતાં શનિવારે આગ લાગી હતી. આ ઘટનામાં દંપતી તથા 2 બા‌ળકો દાઝ્યાં હતાં.  પડોશીઓ અને ફાયર જવાનોએ ચારેયને એલ.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આ‌વ્યા હતા. જ્યાં સવારે 2 બાળકોના મોત નિપજ્યા હતા. પતિ-પત્નીની સ્થિતિ હજુ ગંભીર છે અને સારવાર ચાલી રહી છે. આગ એટલી ગંભીર હતી કે ઘરની છતનું છાપરું પણ ઊડી ગયું હતું. 


છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે પરિવાર


 વટવા જીઆઇડીસી વિનોબા ભાવે નગરમાં બ્લોક નંબર 17 ના એક મકાનમાં 30 વર્ષીય દીપક રામસ્વરૂપ પટેલ તેમની 27 વર્ષીય પત્ની સીમા, તેમનો 5 વર્ષનો દીકરો હિમાંશુ અને 4 વર્ષના પ્રિયાંશુ રહેતા હતા. છૂટક મજૂરી કરી દીપકભાઇ ઘરનું ગુજરાન ચલાવે છે. 


શનિવાર વહેલી સવારનો બનાવ


શનિવારે સીમાબેન અને તેમના બન્ને દીકરા સૂતા હતા. તે દરમિયાન દીપકભાઇ બુધવારે સવારે 5.20 વાગે ઊઠી બીડી સળગાવવા માટે માચીસની સળી ઘસી હતી. ત્યારે આખી રાત ગેસનો બાટલો લીક થયેલો હોવાનો તેમને અંદાજ ન હોવાથી આખા ઘરમાં આગ પ્રસરી હતી. ત્યારે દીપકભાઇ, તેમના પત્ની અને બન્ને બાળકો ગંભીર રીતે દાઝ્યાં હતાં. જેમાં દીપકભાઇ અને સીમાબેનની હાલત ખૂબ નાજુક હતી. જ્યારે  બન્ને બાળકો 60 ટકા જેટલાં દાઝ્યાં હતાં.