તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે હુમલાખોરની ખેર નહીં, અમદાવાદ સિવિલની નર્સિસ લઈ રહી છે કરાટેની ટ્રેનિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ હોસ્પિટલમાં ઘણીવાર દર્દીઓના સગાઓ મારામારી અથવા તોડફોડ કરે છે. જેનો શિકાર નર્સિસ અને કર્મચારીઓ પણ બને છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેને ટ્રેનિંગની પણ જરૂર પડે છે. આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાતની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત 700થી વધુ નર્સિસ સેલ્ફ ડિફેન્સ એટલે કે કરાટેની ટ્રેનિંગ આપવામાં આવી છે. હોસ્પિટલમાં હાલ 1500થી વધુ નર્સિસ કામ કરી રહી છે. જેમાંથી તેમને તબક્કાવાર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

 

પ્રોફેશનલ ટ્રેનિંગની કરાઈ છે નિમણૂંક

 

આ કરાટેની ટ્રેનિંગ માટે પ્રોફેશનલ કરાટે ટ્રેનરની નિમણુંક કરવામાં આવી છે. જે હોસ્પિટલની દરેક નર્સને સેલ્ફ ડિફેન્સ તેમજ જરૂર પડે ત્યારે કોઈને આપબળે ધૂળ ચટાવી શકે તે પ્રકારના દરેક દાવપેચ શિખવાડી રહ્યા છે. મહિલાઓને સેલ્ફ ડિફેન્સના ક્ષેત્રે ટ્રેનિંગ આપવી અને તેમનો આત્મવિશ્વાસ વધે તે હાલના સમયની જરૂરીયાત બની ગઈ છે. 

 

નાઈટ શિફ્ટમાં આવવા કે જવામાં કામ લાગશે ટ્રેનિંગ

 

આ ટ્રેનિંગમાં નર્સિસને એવી જગ્યાએ મારવાનું કહે છે, જેનાથી ઉભેલા કોઈપણ હુમલાખોરને ભોં ભેગો કરી શકે. ટ્રેનિંગ લેનારી નર્સિસ મુજબ, હોસ્પિટલમાં મોટાભાગનો મહિલા સ્ટાફ હોવાથી આ ટ્રેનિંગ તેમના માટે બેહદ જરૂરી હતી. ઘણીવાર દર્દીઓના સંબંધીઓ અમારી સાથે ગેરવર્તણૂક કરે છે. અમે નાઈટ શિફ્ટમાં પણ ડ્યુટી કરીએ છીએ, જેથી આવવા કે જવા દરમિયાન પણ આ ટ્રેનિંગ કામમાં આવશે.

 

વિકૃત માનસિકતા ધરાવતા લોકોથી મળશે સુરક્ષા

 

આ ટ્રેનિંગનું આયોજન હોસ્પિટલ દ્વારા જ કરવામાં આવ્યું હતું. આ અંગે હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે, નર્સ ઘણીવાર હોસ્પિટલ અને હોસ્પિટલ બહાર વિકૃત માનસિકતા ધરાવતા લોકોનો શિકાર બની જાય છે. એવામાં આ પ્રકારની સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ નર્સિસ માટે બેહદ જરૂરી હોય છે. આ ટ્રેનિંગ તેના માટે દરેક સમયે લાભદાયક સાબિત થઈ શકે છે.

 

(હાર્દિકનો 'વિકાસ', ગામડાના નળીયાવાળા મકાનથી આલિશાન ફાર્મ હાઉસ સુધીની સફર)