કાયદાનો ભંગ/ એડવોકેટ છું એટલે હેલમેટ નહીં પહેરું અને કાયદાનો ભંગ તો કરવાનો જ: વકીલે SCને ગાળો ભાંડી

પોલીસે દંડ ફટકાર્યો પણ વકીલે મેમા ઉપર સહી કરવાની ના પાડી હતી

DivyaBhaskar.com | Updated - Dec 07, 2018, 03:58 PM

* હેલમેટનો કાયદો HCનો હોત તો કઈંક કરત, પણ સુપ્રીમકોર્ટ કોણ જાય: વકીલ


* પોલીસે પકડતા વકીલે કહ્યું કે પોલીસ અને એડવોકેટે તો સમજી લેવાનું હોય


* તમારા સાહેબને પુછો કે કોર્ટના કામે જતા એડવોકેટને ક્યારે રોકવો જોઈએ: વકીલ


* કાયદાના પાલન કરતા વકીલે જ સુપ્રીમકોર્ટને ગાળો ભાંડી હતી

અમદાવાદ: સુપ્રીમ કોર્ટને ગાળો ભાંડતા વકીલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કાયદાનો ચુસ્તપણે પાલન કરતી પોલીસ સામે વકીલ જ ટ્રાફિક નિયમનો ભંગ કરી રહ્યો હોય તેવું સામે આવ્યું છે. હેલમેટ ન હોવાથી પોલીસે સાબરમતી રિવરફ્રન્ટ પર એડવોકેટ કેતન પટેલને રોક્યા હતા. ત્યારે તેણે કહ્યું હતું કે, એડવોકેટ છું એટલે હેલમેટ નહી પહેરું અને કાયદાનો ભંગ તો કરવાનો જ. મહત્વનું છે કે એક તરફ પોલીસ 90 ટકા અમદાવાદીઓ હેલમેટ પહેરે તે માટે પ્રયાસો કરી રહી છે. ત્યારે બીજી તરફ પોલીસની કામગીરી સામે કેટલાક લોકો વાંધો પણ ઉઠાવી રહ્યાં છે.


વાયરલ વીડિયોમાં શું છે ?

વકીલ: પોલીસ અને એડવોકેટ તો સમજી લેવાનું હોય
પોલીસ: પોલીસ અને એડવોકેટ જ પહેલા હેલમેટ પહેરવું પડે
વકીલ: ના, હેલમેટ ક્યારે ન પહેરાય, અને કાયદાનું ભંગ તો કરતા જ રહેવાનું
પોલીસ: તમારી ઈચ્છા દાદા, પણ તમે એડવોકેટ છો કે શું છો ?
વકીલ: એડવોકેટ જ છું ગાડી પર નિશાન છે
પોલીસ: કાયદાનો ભંગ કરીને શું ફાયદો તમને? તમારું આઈકાર્ડ બતાવો
વકીલ: સુપ્રીમકોર્ટને એવો કાયદો લાવ્યો કે 45 ડિગ્રીમાં પણ હેલમેટ પહેરવાનું તો અમારે શું કરવાનું?
પોલીસ: તમે વકીલ છો સાહેબ તો કાયદાનો પાલન તો કરવું જોઈએ
વકીલ: અમદાવાદ હોત તો કઈંક કરત પણ સુપ્રીમકોર્ટ સુંધી કોણ લાંબુ થાય?
પોલીસ: મેમા પર સહી કરો વડીલ
વકીલ: ના, ના ચાલે હું પછી વધારાના બે શબ્દો લખીશ એમા
પોલીસ: કઈ વાંધો નથી તમારે જે લખવું હોય લખી લો, આપણે તો પહેલા પાલન કરવાનું
વકીલ: જિંદગીમાં ન કરાય, અને હું તો ક્યારેય ના કરૂ, એવો ખોટો કાયદો હોય ન તેનો પાલન નહી કરવું જોઈએ, આ હાઈકોર્ટનો નિયમ નથી સુપ્રીમકોર્ટનો નિયમ છે આમા માત્ર 188ની કલમ લાગે છે
પોલીસ: પણ કોર્ટનું પાલન તો કરવું પડે ને વડીલ
વકીલ: કાયદો નથી આ ખાલી 188 લાગુ પડે
પોલીસ: તમે વકીલ કઈ કોર્ટમાં છો?
વકીલ: ઘી કાટા કોર્ટ, આ તો અત્યારે મોડું થાય છે એટલે, સેશન્સ કોર્ટમાં બીજા ચાર દિવસ ખોટા ન થાય તે માટે હું તમારા સાથે મગજમારી નથી કરતો, જો ટાઈમ હોત તો તમારી સાથે વધુ વાતચીત કરત અને કમિશનરને ફોન કરાવત
પોલીસ: કાયદાનો પાલન નહીં કરીએ તો ટ્રાફિક અવેરનસનું શું થશે?

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App