'બાળક ચોર' ટોળકી સામે પોલીસ એલર્ટ, ભિખારીઓને બનાવશે 'બાતમીદાર'

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: 'બાળક ચોર' ટોળકીની અફવા બાદ રાજ્યભરમાં ઘણી જગ્યાએ નિર્દોષોને ફટકારવામાં આવ્યા હતા, જ્યારે અમદાવાદના વાડજમાં ચાર ભિક્ષુક મહિલાઓ પર ટોળું તૂટી પડતાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. સોશિયલ મીડિયા દ્વારા ફેલાતી અફવાઓ હાલ કોઇ ચોક્કસ રીતે રોકી શકાતી નથી, પરંતુ અમદાવાદ પોલીસ દ્વારા એક રસ્તો કાઢવામાં આવ્યો છે. પોલીસ કમિશન દ્વારા પોલીસ સ્ટેશન્સને સુચના આપવામાં આવી છે કે, તેઓ દરેક વિસ્તારના ભિક્ષુકોનો 'બાતમીદાર' તરીકે ઉપયોગ કરે અને અફવાઓને કારણે સર્જાતી ઘટનાઓ રોકે.

 

ભિક્ષુકો કઇ-કઇ માહિતી આપશે?

 

પોલીસ તેમના વિસ્તારમાં જોવા મળતાં ભિક્ષુકોને મળશે અને તેમને પોલીસની મદદ કરવા જણાવશે. ભિક્ષુકો શંકાસ્પદ વ્યક્તિ, હિલચાલ અથવા અફવા ફેલાવતાં લોકોનું પણ ધ્યાન રાખશે અને પોલીસકર્મીને તેની જાણ કરશે. ઉપરાંત જેતે વિસ્તારમાં અજાણી વ્યક્તિને શંકાના આધારે ઘેરવામાં આવે અથવા મારપીટ કરવામાં આવે તો પણ તેની જાણ ભિક્ષુકો તેમના વિસ્તારના પોલીસ સ્ટેશન અથવા પોલીસકર્મીને કરશે.

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, પોલીસ એલર્ટ રહેવા માગે છે...