અમદાવાદ: નહેરુબ્રિજ પરથી નદીમાં ઝંપલાવનાર 50 વર્ષીય નિયાઝ શેખનું નદીમાં ડૂબી જતા મોત નિપજ્યું હતું. નિયાઝ શેખ એક બીમારીનો શિકાર હોઇ તેમને કોઇ નોકરી આપતું નહોતું. જેથી કંટાળીને તેમણે 19 વાર નદીમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે 20મી વખત તેમણે ગુરુવારે સવારે 10. 30 વાગે નદીમાં ઝંપલાવતા તેમનું મોત નિપજ્યું હતું.સરખેજ શહેજાદ પાર્કમાં રહેતા નિયાઝ ઇબ્રાહિમભાઇ શેખ બીમારીને કારણે તેમને કોઇ નોકરી આપતું નહોતું. જેથી તેમને સતત એવું લાગતું હતું કે તેઓ પરિવારને મદદરૂપ થવાને બદલે સમસ્યા બની ગયા છે. જેથી તે વારંવાર આત્મહત્યાનો પ્રયાસ કરતા હતા. તેમણે ગુરુવારે સવારે 10.30 વાગે નહેરુબ્રિજ પરથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.
પરિવારને ભારરૂપ ન બને માટે આત્મહત્યા કરી
નિયાઝ મનસૂરી 8 વર્ષ પહેલાં બીમાર થતાં હાથપગ કામ કરતાં બંધ થઈ ગયા હતા. સારવારમાં લાંબી રજા લેવાથી નોકરીમાંથી કાઢી મૂકાયા હતા. ત્યારથી તેઓ બેરોજગાર હોઈ પરિવાર પર ભારરૂપ ન બને એ હેતુથી તેમણે 19 વાર નદીમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે નિષ્ફળ ગયો હતો. જ્યારે 20મી વખત આત્મહત્યાનો પ્રયાસ કરતા તેમનું મોત નિપજ્યું હતું. તેમનાં પત્ની શમશાદબાનુ ઘરે જ લારી પર નાસ્તાના પકેટ તથા પાન મસાલા વેચીને ઘરનું ગુજરાન ચલાવે છે. જ્યારે મોટા દીકરાને પૈસાના અભાવે ધો.10નો અભ્યાસ છોડવો પડ્યો હતો. નિયાઝભાઇના મૃત્યુ બાદ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુ માહિતી માટે આગળ વાંચો... પપ્પાના જવાથી અમારું ઘર નોંધારું થઈ ગયું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.