ઉઠાંતરી / નિકોલમાં 12 વર્ષના બાળકે 7 લાખના દાગીના ભરેલી બેગ ચોરી, લગ્નના વીડિયોમાં કેદ

DivyaBhaskar.com | Updated - Feb 12, 2019, 03:20 PM
  X

  • મહેમાનો પાછળ દોડ્યા પણ બાળક દીવાલ કૂદાને નાસી ગયો
  • લગ્ન પ્રસંગમાં ચોરી કરવા બાળકોનો પણ ઉપયોગ
  • નિકોલના રસરાજ પાર્ટી પ્લોટમાં પટેલ પરિવારના લગ્ન હતા

  અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યમાં લગ્નની સીઝન ચાલી રહીં છે જેમાં તસ્કરો પણ હાથ અજમાવી રહ્યા છે. લગ્ન પ્રસંગમાં ચોરી માટે નાના બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં 12 વર્ષનો ટાબરીયો રૂ. 7 લાખની કિંમતના દાગીના ભરેલી બેગ લઈ નાસી જવામાં સફળ રહ્યો છે.

  માત્ર 2 સેકન્ડમાં જ થેલી ચોરી
  1.બાપુનગર વિસ્તારમાં રહેતા દિનેશભાઇ પટેલની પુત્રી ધારાના નિકોલ એસપી રિંગ રોડ પર રસરાજ પાર્ટી પ્લોટમાં 10 ફેબ્રુઆરીએ લગ્ન હતા. લગ્નની વિધિ ચાલી રહી હતી તે દરમિયાન દિનેશભાઇએ લગ્નમાં ભેટસોગાદમાં આવેલા સોનાના દાગીના ભરેલી બેગ તેમની પાસે મૂકી હતી. 12 વર્ષનો એક ટાબરીયો આવ્યો હતો અને માત્ર બે જ સેકન્ડમાં દાગીના ભરેલી બેગ ઉઠાવી નાસી ગયો હતો. બેગ ચોરતા જોઇ ગયેલા વ્યક્તિએ બુમાબુમ કરતા મહેમાનો પાછળ દોડ્યા હતા પરંતુ ટાબરીયો દીવાલ કૂદી નાસી ગયો હતો.
  લગ્નના વીડિયોમાં ટાબરીયો કેદ થયો
  2.લગ્નવિધિ દરમિયાન વીડીયો શૂટિંગ ચાલી રહ્યું હતું તે સમયે આ બાળક ચોરી કરતા કેદ થયો હતો. દિનેશભાઇના પત્નીના પાછળ આવી ટાબરીયો માત્ર બે સેકન્ડમાં જ બેગ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. નિકોલ પોલીસે દિનેશભાઈની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
  COMMENT

  Recommended

  પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
  Read In App