• Gujarati News
  • National
  • Ahmadabad Jagannath Rathyatra 2018 Cm Vijay Rupani And Dycm Nitin Patel Taken Pahind Vidhi

જગન્નાથ રથયાત્રા: CM રૂપાણી, DyCM પટેલે સતત બીજીવાર કરી પહિંદ વિધિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલએ સતત બીજી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિંદ વિધિ કરી ભગવાન જગન્નાથને નગર યાત્રાએ પ્રસ્થાન કરાવ્યું હતું.  વહેલી સવારે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર ખાતે બંને પહોચ્યા હતા. સવારે 7 વાગ્યે પહિંદ વિધિ સાથે જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો હતો.

141મી રથયાત્રા LIVE: જગનો નાથ નગરચર્યાએ


સોનાના સાવરણીથી પહિંદ વિધિ


વિજય ભાઈ અને નીતિન ભાઈએ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રાને 141 માં વર્ષે ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી હતી. અમદાવાદ મહાનગરમાં  
 લાખો ભક્તો શ્રદ્ધાળુઓએ જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે નગર યાત્રાએ જવા વિદાય આપી હતી.

 


રૂપાણીએ ગુજરાતની સમૃદ્ધિની કામના કરી


મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે ભગવાન જગન્નાથ આજે સામે ચાલીને ભક્તોને દર્શન આપવા દિવસ ભર નગરયાત્રા કરીને સાંજે નિજ મંદિર પરત આવશે.  જગન્નાથજીની કૃપા સમગ્ર ગુજરાત અને સમાજ જીવન પર વરસતી રહે સુખ સમૃદ્ધિ સલામતી અને પ્રગતિ થતી રહે. વરસાદ પણ સર્વત્ર સારો થાય તેવી કૃપા વાંછના.


કચ્છીઓને પાઠવી નવવર્ષની શુભકામના


અષાઢી બીજ કચ્છીઓ નું નૂતન વર્ષ છે એ અવસરે વિજય ભાઈ એ કચ્છી સમાજ ના સૌ ભાઈ બહેનો ને નવા વર્ષ ની શુભેચ્છાઓ આપી હતી.

 

રથયાત્રા એક કલાક મોડી 

 

અમદાવાદની રથયાત્રા સવારે સાત વાગ્યે દસ મિનિટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનું પ્રસ્થાન મંદિરની બહાર કરી દેવામાં આવ્યું હતુ. પરંતુ રથયાત્રામાં ટ્રક અને અખાડાઓ મોડા પડતા છેલ્લા એક કલાકથી મંદિરની બહાર રાખી દેવામાં આવ્યા હતા. આમ રથયાત્રા મંદિરમાંથી બાર નીકળ્યા બાદ એક કલાક મોડી શરૂ થઈ રહી છે.

 

(રથયાત્રા પૂર્વે હિલિયમ બલૂનનું રિહર્સલ, 5 KM સુધી રાખે છે નજર)

(રથયાત્રામાં રાજા જ કરાવી શકે પહિંદ વિધિ, મોદીએ કરી સૌથી વધુ પહિંદ વિધિ)

(અ'વાદઃ રથયાત્રામાં તફડંચી, છેડતી-અફવાથી બચવા આ સાવધાનીઓ રાખો)