Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » again 182 seat figure is prove inauspicious for gujarat assembly

કુંવરજી બાવળિયાના કારણે બીજીવાર ગુજરાત વિધાનસભા ખંડિત

Divyabhaskar.com | Updated - Jul 03, 2018, 04:58 PM

આ પહેલા 2009ની લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ કુંવરજીએ ધારાસભ્ય પદે રાજીનામું આપતા વિધાનસભા ખંડિત થઈ હતી

  • again 182 seat figure is prove  inauspicious for gujarat assembly
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    આજે કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ રાજીનામું આપતા વિધાનસભાનો આંક 181 થઈ ગયો છે

    અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં 182નો આંકડો અપશુકનિયાળ ગણાય છે. વિધાનસભામાં 182 ધારાસભ્યો ચૂંટાયા બાદ પાંચ વર્ષ સુધી વિધાનસભામાં 182નો આંકડો યથાવત રહેતો નથી. ગુજરાતમાં 14મી વિધાનસભા ફરીવાર ખંડિત થઈ છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ રાજીનામું આપતા વિધાનસભાનો આંક 181 થઈ ગયો છે. કુંવરજીના કારણે બીજીવાર વિધાનસભા ખંડિત થઈ છે. આ પહેલા 2009ની લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ કુંવરજીએ ધારાસભ્ય પદે રાજીનામું આપતા વિધાનસભા ખંડિત થઈ હતી.

    (કુંવરજી ભાજપમાં જોડાયા, રાહુલ ગાંધીને ઈ-મેલથી મોકલ્યું રાજીનામું)


    ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો છે.પરંતુ ભૂતકાળમાં એવા ઘણા બનાવો બન્યાં છે,જેમાં કોઇ ધારાસભ્યએ રાજીનામું આપવાથી અથવા તો કોઇ ધારાસભ્યના નિધનને કારણે 182નો આંકડો ખંડિત થઈ ચૂક્યો છે.

    2004થી વિધાનસભા ખંડિત થવાનો સિલસિલો યથાવત

    નજીકના ભૂતકાળમાં 2004 પર નજર કરીએ તો 2004માં લોકસભાની ચૂંટણીઓ યોજાઇ, ત્યારે કોંગ્રેસે 4 ધારાસભ્યોને ટીકીટ આપી હતી અને તેઓ જીતી જતાં 11મી વિધાનસભા ખંડિત થઈ હતી. કેમ કે ડિસેમ્બર-2002માં 11મી વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. આ 4 બેઠકો માટે પેટાચૂંટણી જાહેર થઈ કે તે વખતના વિપક્ષના નેતા અમરસિંહ ચૌધરીનું નિધન થતાં વધુ એક બેઠક ખાલી પડી અને પાંચ બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજવી પડી હતી.

    આગળ જાણો નજીકના ભૂતકાળમાં ક્યારે ક્યારે વિધાનસભાનો 182નો આંકડો અપશુકનિયાળ સાબિત થયો અને ખંડિત બની

  • again 182 seat figure is prove  inauspicious for gujarat assembly
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    2009માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ કુંવરજીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું

    2009માં બીજેપી-કોંગ્રેસે ધારાસભ્યો લોકસભા જીતતા થઈ હતી ખંડિત

     

    ત્યારબાદ 2007માં 12મી વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ. 182 ધારાસભ્યો જીત્યા અને 2009માં લોકસભાની ચૂંટણીઓ વખતે કોંગ્રેસની સાથે ભાજપે પણ કેટલાંક ધારાસભ્યોને ટીકીટો આપતાં વિધાનસભા ખંડિત થઇ હતી. કોંગ્રેસે કુંવરજી બાવળીયા, ભાજપે દિનુ બોઘા સોલંકીને લોકસભામાં અજમાવ્યા અને તેઓ જીતી જતા તેમની બેઠકો માટે પેટાચૂંટણી યોજવી પડી હતી. 182 બેઠકો પૂર્ણ થયા બાદ થોડાક સમયમાં જ ચોટીલા કોંગ્રેસના ધારાસભ્યનું નિધન થતાં વિધાનસભા ખંડિત થઇ હતી. પેટાચૂંટણીમાં ભાજપના વશરામ ખોરાણી જીત્યા હતા. પરંતુ બે-ત્રણ મહિનામાં માંદગીને કારણે તેમનું નિધન થતાં વિધાનસભા ફરી વાર ખંડિત થઈ હતી. પેટાચૂંટણીમાં તેમના પુત્ર ભરત ખોરાણી જીત્યા હતા અને ફરીથી 182 બેઠકો પૂર્ણ થઈ હતી.

  • again 182 seat figure is prove  inauspicious for gujarat assembly
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પૂર્વ વિધાનસભા અધ્યક્ષ મંગળદાસ પટેલ(રેડ સર્કલ)ના અવસાનથી 182નો આંકડો તૂટ્યો હતો

    બે વિધાનસભા અધ્યક્ષોની વિદાયથી ફરીવાર થયા અપશુકન


    ચોટીલા વિધાનસભા બેઠક પર ઉપરા-ઉપરી પેટા-ચૂંટણીઓ થાળે પડી ત્યાં જ કઠલાલના કોંગ્રેસના ધારાસભ્ય ગોતમ ઝાલાનું નિધન થતાં ફરીવાર પેટા ચૂંટણી આવી પડી હતી. જેમાં ભાજપના કનુભાઇ ડાભી જીત્યા હતા. 182 બેઠકો પૂર્ણ થયા બાદ તત્કાલીન વિધાનસભાના અધ્યક્ષ અશોક ભટ્ટનું નિધન થતાં ખાડિયા બેઠક ખાલી પડી હતી. તેની પેટા-ચૂંટણી યોજાયા બાદ માણસાની બેઠક પરથી 2007માં જીતેલા પ્રો. મંગળદાસ પટેલનું નિધન થતાં ફરીએકવાર 182નો આંકડો ખંડિત થયો હતો. માણસાની ભાજપની આ બેઠક જો કે કોંગ્રેસે જંગી બહુમતીથી જીતી હતી. આમ, 2007 થી 2012ના ગાળામાં એક કરતાં સમય સુધી વિધાનસભા ખંડિત થઈ હતી.

  • again 182 seat figure is prove  inauspicious for gujarat assembly
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    2012માં મોરવા-હડફ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સવિતાબેન ખાંટનું પરિણામના દિવસે જ નિધન થયું હતું.

    ચૂંટણીના એક દિવસે બાદ વિજેતા ઉમેદવારના અવસાનથી ખાલી પડી બેઠક


    ડીસેમ્બર-2012માં 13મી વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ અને 21 ડીસેમ્બરે પરિણામ જાહેર થયા ત્યારે મોરવા-હડફ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સવિતાબેન ખાંટનું પરિણામના દિવસે જ નિધન થયું હતું. તેઓ 11,289 મતોની સરસાઇ જીત્યા હતા. પરંતુ વિધાનસભા જોવાની તેમને તક મળી નહોતી. કેમ કે મતગણતરીના દિવસે જ તેમની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બીજા દિવસે તેમનું નિધન થતાં વિધાનસભા ખંડિત થઇ હતી.

     

  • again 182 seat figure is prove  inauspicious for gujarat assembly
    સોમાભાઇ પટેલે લીંબડી બેઠક પરથી રાજીનામું આપતા વિધાનસભા થઈ હતી ખંડિત

    સોમા ભાઈ પટેલ અને રાદડિયાના રાજીનામાંથી ખાલી પડી હતી બેઠકો

     

    મોરવા-હડફની બેઠક ખાલી પડ્યા બાદ કોંગ્રેસના સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ ધોરાજી બેઠક પરથી, તેમના પુત્ર જયેશ રાદડિયાએ જેતપુર બેઠક પરથી અને કોંગ્રેસના અન્ય સાસંદ સોમાભાઇ પટેલે લીંબડી બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. વિઠ્ઠલ રાદડિયા પોરબંદરના સાસંદ હતા અને સોમાભાઇ પટેલ સુરેન્દ્રનગરના સાસંદ હતા. ત્યાર બાદ કોંગ્રેસે તેમને વિધાનસભા ચૂંટણીમાં ટીકીટો આપી હતી. આમ, વિધાનસભાની ચાર બેઠકોની પેટા ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીનું પરીણામ જાહેર થયું ત્યારે કોંગ્રેસ હસ્તકની આ ચાર બેઠકો ભાજપે જીતી લીધી હતી અને 182 બેઠકો ભરાઇ ગઇ હતી. તેને જો કે  હજુ તો મહીનો થાય તે પહેલાં જ સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય કિશોર વાંકાવાલાનું નિધન થતાં ફરીવાર વિધાનસભા ખંડિત થઇ હતી. ડિસેમ્બર-2012ની ચૂંટણીમાં તેઓ 69,731 મતોની સરસાઇથી જીત્યાં હતા. 2007માં તેઓ 57 હજાર મતોની સરસાઇથી અને 2002માં 29 હજાર મતની સરસાઇથી જીત્યા હતાં.

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending