તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈબ્રન્ટ ગુજરાતઃ અમેરિકા બાદ 2019ની સમિટમાં UK બિઝનેસ પાર્ટનર બનશે નહીં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
* વિદેશ મંત્રાલય અને ગુજરાત સરકારે યુકેનો અનેકવાર સંપર્ક કર્યો હતો

 
* પાર્ટનર કન્ટ્રી બનવા માટે યુકે તરફથી રાજ્ય સરકારને કોઈપણ પ્રકારનું કન્ફર્મેશન મળ્યું નથી
 
અમદાવાદઃ આગામી વર્ષની 18થી 20 જાન્યુઆરી સુધી યોજાનારી 9મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અમેરિકા બાદ હવે યુકે પણ ભાગ લેશે નહીં. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે યુકે તરફથી રાજ્ય સરકારને કોઈપણ પ્રકારનું કન્ફર્મેશન મળ્યું નથી, જેનો સીધો અર્થ એ છે કે, તેઓ પાર્ટનર કન્ટ્રી તરીકે ભાગ લેશે નહીં. આ વાતનું સમર્થન કરતા મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘે જણાવ્યું હતું કે, યુકે તરફથી કોઈ કન્ફર્મેશન ન આવતા તે આ ઈવેન્ટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાશે નહીં.
 
યુકેએ પાર્ટનર કન્ટ્રી ન બનવા પાછળનું કોઈ કારણ આપ્યું નથી
 
સૂત્રો મુજબ, વિદેશ મંત્રાલય અને ગુજરાત સરકારે યુકેનો અનેકવાર સંપર્ક કર્યો હતો. પરંતુ તેનો રિસપોન્સ નેગેટિવ હતો. જેની પાછળનું કારણ બ્રેક્ઝિટને લીધે સર્જાયેલી આર્થિક કટોકટી પણ હોય શકે છે. જો કે યુકેએ પાર્ટનર કન્ટ્રી ન બનવા પાછળનું કોઈ કારણ આપ્યું નથી.