આચાર્ય-શિક્ષિકાનું શરમજનક હોમવર્ક/ વિદ્યાર્થીઓ સામે એકબીજાને સ્પર્શીને કરતા અશ્લીલતા, પ્રેમસબંધ સોશિયલ મીડિયામાં છવાયો

DivyaBhaskar.com

Nov 27, 2018, 10:54 AM IST
ખેડા જિલ્લાના પ્રેમીયુગલનું પ્રેમ પ્રકરણ ચર્ચાના ચકડોળે
ખેડા જિલ્લાના પ્રેમીયુગલનું પ્રેમ પ્રકરણ ચર્ચાના ચકડોળે

* પ્રણામયોગ્ય ગુરુઓની અભદ્ર તસવીરોથી વાલીઓમાં સંતાનોના ભવિષ્ય અંગે ચિંતા પ્રસરી

* આચાર્યથી જ ફોટો વોટ્સઅપમાં અપલોડ થયા અને ડિલિટ કરતાં પહેલાં ફરતા થઈ ગયાની ચર્ચા

* ચાલુ શાળાએ બાળકોની સામે પણ અશ્લીલતા કરતા હોવાની ચર્ચા

અમદાવાદ, નડિયાદ: પ્રેમમાં પડેલા શિક્ષક અને શિક્ષિકા પોતાના હોદ્દાની ગરિમા જાળની શકતા નથી, અને એવી ભુલ કરે છે જેથી વિદ્યા પર લાંછન લાગી જાય છે. ખેડા જિલ્લાના કપડવંજમાં એવો જ એક કિસ્સો બન્યો છે. જેમાં શાળાના આચાર્ય અને શિક્ષિકાના વચ્ચેનો પ્રેમ પ્રકરણ ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. વાત એવી છે કે કપડવંજની શાળાના શિક્ષક અને શિક્ષિકાની અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. આ બંને બાળકોની હાજરીમાં ક્યારેક ઈશારા તો ક્યારેક સ્પર્શ કરીને પ્રેમલીલા આરંભી હતી.


વિદ્યાર્થીઓ પર માઠી અસર


જિલ્લાની કેટલીક શાળાઓમાં શિક્ષક અને શિક્ષિકા વચ્ચે ઈલુ- ઈલુ હોય છે. વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીઓ વિદ્યા ગ્રહણ કરવા આવતા હોય છે. ત્યાં શિક્ષાને લાંછિત કરતા અમુક તત્વોના શરમજનક કાર્યથી વિદ્યાર્થીઓના શિક્ષણ અને તેમના ભવિષ્ય પર માઠી અસર પડે છે.

વોટ્સઅપ પર ફોટા ફરતા થયા


આચાર્ય-શિક્ષિકાએ કામુક અવસ્થામાં સેલ્ફી લીધી હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે કે વાંધાજનક અવસ્થામાં પાડેલા ફોટા કોઈ ગ્રુપમાં શેયર થયા હતા. આમ કોઈ પોર્ન ફિલ્મના નગ્ન દ્રશ્યો જેવી તસવીરો સમગ્ર રાજ્યના વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં ફરતા થયા હતા.

X
ખેડા જિલ્લાના પ્રેમીયુગલનું પ્રેમ પ્રકરણ ચર્ચાના ચકડોળેખેડા જિલ્લાના પ્રેમીયુગલનું પ્રેમ પ્રકરણ ચર્ચાના ચકડોળે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી