અકસ્માત / વિરમગામ-સાણંદ હાઈવે પર 2 કાર વચ્ચે એક્સિડેન્ટ સર્જાતા લખતર ભાજપ પ્રમુખનું મોત, 5 ઘાયલ

બે વચ્ચેની ભયાનક ટક્કરથી કારોના કૂર્ચા બોલી ગયા હતા, ઘટના સ્થળે ટોળું ઉમટ્યું

DivyaBhaskar | Updated - Mar 17, 2019, 06:14 PM
જખવાડા પાસે અકસ્માતને ભેટેલી બંને કારો
જખવાડા પાસે અકસ્માતને ભેટેલી બંને કારો

વિરમગામ: માળીયા-અમદાવાદ હાઈવે પર વિરમગામથી સાણંદ વચ્ચે આવેલા જખવાડા પાસે બે કારો ઘડાકાભેર અથડાઈ હતી. જેમાં સુરેન્દ્રનગરનું પાર્સિંગ ધરાવતી કારના અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું હતું. તેઓ લખતરના અજીતસિંહ રાણા કે જેઓ ભાજપ પ્રમુખનું હોવાનું બહાર આવ્યું હતું.

અકસ્માતમાં 5 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા.


કારના કૂર્ચા બોલી ગયા: જીજે 13 સીસી 998 અને જીજે 6એફ4778 નંબરની બે કારો વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી કે બંને કારોના કૂર્ચા બોલી ગયા હતા. બંને કારો ધડાકાભેર અથડાતા આસપાસના લોકો દોડી ગયા હતા.

X
જખવાડા પાસે અકસ્માતને ભેટેલી બંને કારોજખવાડા પાસે અકસ્માતને ભેટેલી બંને કારો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App