તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિ સાથે ફોન પર વાત કરતી મહિલાને બૂમો પાડી યુવકે કહ્યું, ‘હું તને પ્રેમ કરું છું’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: ઘરની બહાર બારી પાસે ઊભી રહીને પતિ સાથે ફોન ઉપર વાત કરી રહેલી મહિલા પાસે આવીને યુવાને બૂમો પાડીને કહ્યું કે ‘મને તમારો મોબાઈલ નંબર આપો, હું તમને પ્રેમ કરું છું અને લગ્ન કરવા માગુ છું. જો કે યુવાનની આ હરકતથી ગભરાઇ ગયેલી મહિલા બૂમાબૂમ કરીને ઘરમાં જતી રહી હતી અને પતિને જાણ કરી હતી. જેથી તેનો પતિ તેમજ સ્થાનિક રહીશો આવી પહોંચતા લોકોએ તે યુવાનને ઝડપી લઇ પોલીસને સોંપી દીધો હતો.

 

તારો મોબઈલ નંબર આપ


જમાલપુરમાં રહેતા સલમાબાનુ (30) (નામ બદલેલ છે) શનિવારે રાતે 8 વાગ્યે ઘરની બહાર બારી પાસે ઊભાં રહીને પતિ સાથે ફોન ઉપર વાત કરી રહ્યાં હતાં. ત્યારે તેમના જ મહોલ્લામાં રહેતો કમલેશ વાઘેલા નામનો યુવાન તેમની પાસે આવ્યો હતો. કમલેશે સલમાબાનુ પાસે આવીને તેમને કહ્યું તું મને તારો મોબઈલ નંબર આપ, હું તમને પ્રેમ કરું છું, તમારા મનમાં મારા માટે થોડો પણ પ્રેમ નથી.

 

પતિએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ આવી પહોંચી


કમલેશની આ વાત સાંભળીને સલમાબાનુ હતપ્રભ થઇ ગયાં હતાં. ત્યારે કમલેશ ફરીથી બૂમો પાડીને કહેવા લાગ્યો હતો કે તમારા મનમાં મારા માટે થોડો પણ પ્રેમ નથી, હું તમને પ્રેમ કરું છું, લગ્ન કરવા માગુ છું, તેમ કહીને બૂમો પાડવા લાગ્યો હતો. કમલેશની આ હરકતથી ગભરાઇને સલમાબાનુ દોડીને ઘરમાં જતાં રહ્યાં હતાં અને પિતાને ફોન કરીને જાણ કરી હતી. પતિએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ આવી પહોંચી હતી. આ અંગે સલમાબાનુએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કમલેશ વાઘેલાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

 

યુવક માનસિક રીતે અસ્વસ્થ હતો


આ મહિલા જ્યાં રહેતી હતી તે જ મહોલ્લામાં કમલેશ વાઘેલા રહેતો હતો. પરંતુ તે માનસિક રીતે થોડો અસ્વસ્થ હોવાથી તેણે આવુ કહ્યું હતું. જો કે પોલીસની પૂછપરછમાં તો તેણે કશું કર્યું જ નહીં હોવાનું રટણ કમલેશ કરી રહ્યો છે. - વી.જી.રાઠોડ, પીઆઈ, ગાયકવાડ હવેલી