તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં દારૂબંધીની ઉડ્યા લીરેલીરા, અમદાવાદમાં ટ્રક પલટી જતા દારૂની રેલમછેલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પકવાન ચાર રસ્તા પાસે એક  ટ્રક(Gj1v3394)પલટી ખાઈ જતા ટ્રકમાં સંતાડેલો દારૂ છતો થઈ ગયો - Divya Bhaskar
પકવાન ચાર રસ્તા પાસે એક ટ્રક(Gj1v3394)પલટી ખાઈ જતા ટ્રકમાં સંતાડેલો દારૂ છતો થઈ ગયો

અમદાવાદઃ ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે તે એક ઓપન સિક્રેટ છે. રાજ્યમાં દિવસેને દિવસે દારૂનું ચલણ વધી રહ્યું છે તેમાં બેમત નથી. તેમાં પણ અમદાવાદમાં તો દારૂની રેલમછેલ જોવા મળે છે. આજે શહેરમાં દારૂબંધી લિરેલીરા ઉડાવતી એક ઘટના બની છે. શહેરના પોશ એરિયા એવા પકવાન ચાર રસ્તા પાસે એક ટ્રક(Gj1v3394)પલટી ખાઈ જતા ટ્રકમાં સંતાડેલો દારૂ છતો થઈ ગયો હતો. જેને પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. 

 

બે વર્ષમાં શહેરમાં ઝડપાયો છે 19 કરોડથી વધુનો દારૂ

 

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અમદાવાદ શહેર અને જિલ્લામાં ઝડપાયેલા દારૂ અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં મળ્યો છે. આ પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ વિભાગનો હવાલો સંભાળી રહેલા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં વિદેશી દારૂ-બિયરની 6 લાખ 89 હજાર 464 બોટલ અને દેશી દારૂ 1 લાખ 21 હજાર 66 લિટર દારૂ ઝડપાયો છે. જેની કિંમત રૂપિયા 19 કરોડ 26 લાખ 58 હજાર 484 જેટલી મસમોટી થાય છે. છેલ્લા બે વર્ષમાં 98 કિલો 402 ગ્રામ નશીલા પદાર્થો પકડાયા છે. જેની કિંમત રૂપિયા 20 લાખ 95 હજાર 482 થાય છે.

 

(14 રોગિષ્ટ બકરાં, 2 ગાય, 1 ભેંસનો મૃતદેહ ખાવાથી સિંહોના મોત થયા હોવાની શક્યતા)