અમદાવાદ/ સાવકા પિતાએ 14 વર્ષીય પુત્રીને અડપલા કર્યા, 7 મહિનાથી ધમકી આપી શોષણ કરતો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

DivyaBhaskar.com

Dec 08, 2018, 02:20 PM IST

અમદાવાદ: અમદાવાદમાં પિતા-પુત્રીના સંબંધોને લજાવતો કિસ્સો સામે આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી 14 વર્ષની પુત્રી સાથે સાવકા પિતા છેલ્લા સાત મહિનાથી ધમકી આપી અડપલાં કરતો હતો. વારંવાર છેડતીથી કંટાળી પુત્રીએ તેની માતાને કહેતા આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

છાતીના ભાગે હાથ ફેરવતો


એપાર્ટમેન્ટમાં રહેતી આ મહિલાએ બીજા લગ્ન કર્યા હતા. પહેલા પતિથી એક પુત્રીનો જન્મ થયો હતો જે હાલમાં 14 વર્ષની છે. ગઈકાલે જ્યારે સગીરા રસોડામાં વાસણ ધોતી હતી ત્યારે પાછળથી તેનો સાવકો પિતા આવ્યો હતો અને છાતીના ભાગે હાથ ફેરવી અડપલાં કર્યા હતાં. પછી ધમકી આપી હતી કે આ બાબતે કોઈને કહેશે તો તેની પુત્રીને જાનથી મારી નાખશે. ઘટના બાદ સાવકો પિતા ઘરેથી ફરાર થઈ ગયો હતો.પોલીસે આરોપી પિતાની અટકાયત કરી છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી