તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદના વેજલપુરમાં પરપ્રાંતીય સગીરા સાથે ગેંગરેપ, નજીકના જ સ્વજનોએ કર્યું કૃત્ય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરપ્રાંતીય સગીરા સાથે ગેંગરેપ- પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પરપ્રાંતીય સગીરા સાથે ગેંગરેપ- પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ: અમદાવાદમાં એક જ દિવસમાં દુષ્કર્મની બે ધટનાઓ બની છે. આ બંને ઘટનાઓ શહેર વેજલપુર વિસ્તારની છે. વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે આવેલા હરીનગરની પરપ્રાંતીય સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. જ્યારે વેજલપુરના ઓડાના મકાનમાં રહેતી 13 વર્ષીય સગીરાનું અપહરણ કરીને તેના ગુપ્તાંગના ભાગમાં ઈજા પહોંચાડી હતી. એક જ દિવસમાં શહેરમાં દુષ્કર્મની બે ઘટનાઓ બની જતા શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે.

 

ઘટના - 1

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી સગીરા સાથે તેના નજીકના સ્વજનોએ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવતા અરેરાટી ફેલાઈ છે. સગીરાની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે ચાર આરોપીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધીને સગીરાની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.


પરપ્રાંતીય સગીરા સાથે સામુહિક દુષ્કર્મ


પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વેજલપુર વિસ્તારમાં ચાર શખ્સોએ પરપ્રાંતમાં રહેતી પોતાના નજીકના પરિવારની સગીરાને મજૂરી કામ કરવા માટે અમદાવાદ બોલાવી હતી. જ્યાં તેને મજૂરી કામ આપવાના બહાને ગોંધી રાખીને ચાર શખ્સોએ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવથી ગભરાઈ ગયેલી સગીરાએ પોલીસને જાણ કરતા પોલીસે ચાર આરોપી સામે ફરિયાદ નોંધીને સગીરાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં ખસેડી છે. અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


ઘટના- 2

અમદાવાદાના વેજલપુર પાસે આવેલા ઔડાના મકાનમાં રહેતી 13 વર્ષીય સગીરા પર બે સગીર બાળકોએ ભેગા મળીને અપહરણ કર્યુ હતુ. ત્યાર બાદ બન્ને સગીરોએ ભેગા મળીને સગીર બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ અંગે પોલીસે બે સગીર બાળકોની અટકાયત કરી લીધી છે. સગીરા સાથે બળાત્કાર ગુજારીને બન્ને સગીરોએ બાળકીને ગુપ્ત ભાગમાં ઇજા પહોંચાડી હોવાની વિગતો સામે આવી રહી છે. ટીનેજર દ્વારા થતા ગુનામાં આ પ્રકારે ગુનો થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ પોલીસે બાળકીને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડી છે.


પોલીસે બે સગીરની કરી અટકાયત


પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે,13 વર્ષની સગીર બાળા સાથે બે સગીર બાળકોએ બળાત્કાર ગુજાર્યો હોવાનુ સામે આવ્યુ છે.આનંદનગર પોલીસસ્ટેશનની હદમાં આવેલા ઔડાના મકાનમાં રહેતા એક સગીરે તેના મિત્ર સાથે મળીને સગીર બાળકીનુ અપહરણ કર્યુ હતુ.ત્યાર બાદ તેને અવાવરુ જગ્યાએ લઇ જઇને તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનુ સામે આવતા પોલીસે તાત્કાલીક બાળકીને શારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી.જ્યારે આ ગુનામાં સંડોવાયેલા બે સગીરની પોલીસે અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.