તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવકે સગીરાને ધાબા પર બોલાવી શારિરીક અડપલા કર્યા, અમદાવાદ આવી દુષ્કર્મ આચર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: અમદાવાદના રામોલગામમાં રહેતી સગીરા સાથે વર્ષ 2015માં દુષ્કર્મની ધટના બની હતી. પરિવારને જાણ થતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ હતી, જેથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. યુવકે સગીરાને મળવા બનાસકાંઠાથી અમદાવાદ આવી પહોચ્યો અને સગીરાને રિવરફ્રન્ટ પર મળવા બોલાવી હતી. બાદમાં યુવકે સગીરાને હોટલમાં લલચાવીને લઇ ગયો અને ત્યાં તેની સાથે બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.


ધાબા પર બોલાવી શારિરીક અડપલા કર્યા
17 વર્ષિય સગીરા વર્ષ 2015ના એપ્રિલ મહિનામાં બનાસકાઠાના એક ગામમાં લગ્ન પ્રસંગમાં ગઇ હતી. તે સમયે કૌટુબિક પરિચિત યુવક સાથે સગીરાને મુલાકાત થઇ હતી. સગીરા અને યુવક વાતચીત પણ કરતા હતા. લગ્ન પ્રસંગના બીજા જ દિવસે યુવકે સગીરાને ઘરના ધાબા પર બોલાવીને શારીરિક અડપલા કર્યા હતા. બાદમાં સગીરા ડરથી ભાંગીને નીચે આવી ગઇ હતી.


બદનામ કરી દેતા સગીરાની સગાઈ તૂટી
સગીરાને એક વર્ષ પહેલા જ સાબરમતીમાં રહેતા યુવક સાથે સગાઇ થઇ હતી. જેથી આરોપી જગદીશે સગીરાને બ્લેકમેઇલ કરતો હતો અને આરોપી જગદીશએ રિવરફ્રન્ટ પર સગીરાના ફોટા પાડ્યા હતા. તે પાલનપુર ખાતે સમાજના લોકોને બતાવીને સગીરાને બદનામ કરી હતી. જેથી સગીરાને સગાઇ તૂટી ગઇ હતી.


સગીરા અને આરોપીનું મેડિકલ તપાસ
મહિલા ક્રાઇમ બ્રાન્ચના DCPના જણાવ્યા પ્રમાણે બંને લગ્ર પસંગમાં મળ્યા હતા. આરોપી સગીરાને મળવા માટે બોલાવતો અને બ્લેકમેઈલ કરતો, અંતે હેરાન થઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને હાલ સગીરા અને આરોપીનું મેડિકલ તપાસી કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.