• Gujarati News
  • National
  • ધાનાણી અને ચાવડા વચ્ચેનો આંતરિક વિખવાદ સપાટીએ આવ્યો | A Coldwar Between Congress Leader Amit Chavda And Paresh Dhanani

ધાનાણી અને ચાવડા વચ્ચેનો આંતરિક વિખવાદ સપાટીએ આવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચેની લડાઈ જગજાહેર થવા લાગી છે. અમદાવાદ શહેર સહિત રાજ્યના 12 શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂકમાં પણ આ બંને નેતાઓ વચ્ચેનો આંતરિક વિખવાદ સપાટીએ આવી ગયો છે. જેના પડઘારૂપે કોગેસ સંગઠનના આગેવાનોએ રાજીનામા આપવાનું શરૂ કરી દીધું છે.

 

(Emergency Day: કટોકટી કાળના ભાગેડું હાલ છે CM અને PM) 

 

ઝઘડો હાઈકમાન્ડ સુધી પહોંચ્યો

 

આ અગાઉ ઝોનલ પ્રભારીઓની નિમણૂકથી શરૂ થયેલું ગૃહ યુદ્ધ હવે ચરમસીમા પર પહોંચી ગયું છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા વચ્ચેની લડાઈની ફરિયાદ હાઈકમાન્ડ સુધી પણ પહોંચી છે. જેમાં કોંગ્રેસના સંગઠનની પ્રક્રિયામાં વિરોધ પક્ષના નેતાને દૂર રાખવામાં આવી રહ્યા હતા, માત્ર એટલું જ નહિ, નિમણૂકો કરવામાં પણ વિપક્ષના નેતાની બાદબાકી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું.

 

આગળ જાણો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતા વચ્ચેના આંતરિક વિખવાદ અંગે