નશાખોરી / અમદાવાદની પેજવન હોટલમાં દારૂ પી ધમાલ કરતા 7 યુવક ઝડપાયા

divyabhaskar.com | Updated - Feb 13, 2019, 10:58 AM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • પેજવન હોટલના રૂમ નંબર 404,407 અને 410માં યુવકો ધમાલ કરી

અમદાવાદ: વસ્ત્રાપુરમાં આવેલી પેજ વન હોટલમાં દારૂ પીને ધમાલ કરતા સાત શખ્સની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. હોટલના રૂમમાં દારૂ પી બુમબરાડા કરતા હોવાથી પોલીસને જાણ કરવામાં આવતા વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી સાતેય લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ત્રણ રૂમમાં આરોપીઓ ધમાલ કરતા હતા

1.મોડી રાતે 12.30 વાગ્યાની આસપાસ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હોટલ પેજવનમાં આવેલ રૂમ નંબર 404,407  અને 410માં કેટલાક શખ્સ બુમબરાડા પાડી અને ધમાલ કરી રહ્યા હતા. હોટલ સ્ટાફે તપાસ કરતા ત્રણેય રૂમમાં કુલ સાત શખ્સો દારૂ પીને અને ધમાલ કરતા જોવા મળ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સાતેય આરોપીઓની ધરપકડ કરી હતી.
યુવકો રાજકોટ, લુધિયાણા અને નવસારીના રહેવાસી
2.અમિષ રાચ્છ (રહે. ઢેબર કોલોની, રાજકોટ)
કિશન રાધનપુરા (રહે. ગુંદાવાડી, રાજકોટ)
ભારતેન્દુ શર્મા (રહે. પુરાના બઝાર, લુધિયાણા)
હરીશ શર્મા (રહે. પુરાના બઝાર, લુધિયાણા)
સંકેત દેસાઈ (રહે. ગોપી ફળિયું, પારડી)
નીલ તંબોલી (રહે. અર્પણ એપાર્ટમેન્ટ, નવસારી)
યોગરાજ મહારાવલજી (રહે. આનંદપાર્ક સોસાયટી, નવસારી)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App