તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં વરસાદ પડે કે ન પડે ભૂવાનો સિલસિલો વણથંભ્યો, 61 દિવસમાં જ 56 ભૂવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: વરસાદ પડે કે ન પડે પરંતુ અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો વણથંભ્યો છે. શનિવારે 6 ભૂવા પડ્યા હતા. હાટકેશ્વર સર્કલ પાસે 100 મીટરમાં ત્રણ ભૂવા પડ્યા હતા. આ સર્કલથી એક કિલોમીટરના અંતરમાં એક મહિનામાં 7 ભૂવા પડ્યા છે. આમાંથી બે ભૂવા ભાજપના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજીયાના મકાન પાસે જ પડ્યા છે. 
132 ફૂટ રિંગ રોડ પર આવેલા પલ્લવ ચારરસ્તા પર જ શનિવારે મસમોટો ભૂવો પડ્યો હતો. રોડ પરથી પસાર થતી એક કાર ભૂવામાં લટકી ગઈ હતી. સદનસીબે કાર અંદર ખાબકી ન હતી. ભૂવાથી રિંગ રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. 

 

કારણ: વર્ષો જૂની પાઈપલાઈન ખવાઈ ગઈ


ભૂવા પડવાના બે મુખ્ય કારણ છે. એક તો પાઈપલાઈનો વર્ષો જૂની છે અને તે ખવાઈ ગઈ છે. તેના પર વજન પડતાં જ જમીન નીચે બેસી જાય છે અને ભૂવો પડે છે. બીજું કારણ એ છે કે કેટલાક સંજોગોમાં નવી પાઈપલાઈનમાં લીકેજ કે ભંગાણને કારણે પણ ભૂવા પડતા હોય છે. 

 

ઉપાય: ખવાઈ ગયેલી લાઈનો બદલવી


શહેરમાં છાશવારે પડતા ભૂવા રોકવા હોય તો ખવાઈ ગયેલી અને જૂની ડ્રેનેજ લાઈનોનું રિહેબિલિટેશન કરવામાં આવે તો ભૂવા પડવાની સમસ્યા દૂર કરી શકાય. આ ઉપરાંત વિવિધ ખાનગી એજન્સીઓ ખોદકામ કર્યા પછી બરાબર પુરાણ કરતી નથી. આવી એજન્સી સામે પગલાં લેવા જોઈએ. 

 

અસર: કમિશનરે અધિકારીને તતડાવ્યા


શહેરમાં પડેલા ભૂવાની મ્યુનિસિપલ કમિશનરે ગંભીર નોંધ લીધી છે અને ઈજનેર વિભાગના અધિકારીઓને તતડાવ્યા હતા. રોડ, પાણી અને ડ્રેનેજ લાઈનમાં ક્વોલિટી કામ થતું ન હોવાથી કમિશનર એન્જિનિયરિંગ વિભાગ પર નારાજ છે. હવે આ વિભાગમાં મોટાપાયે ફેરફારની શક્યતા છે. 

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...