વિશ્વ ઉમિયાધામમાં 51 Cr નું દાન આપનાર નારાયણદાદા છે 9 પાસ, 88 વર્ષે ઇલેક્ટ્રીકના ધંધામાં કાર્યરત રહી કરોડો કમાયા

ખેડૂત પુત્ર નારાયણદાદા પટેલે 23ની ઉંમરે મુંબઈ ધંધા અર્થે જઈ 27 વર્ષ સુધી ભારતીય આર્મીમાં ઇલેક્ટ્રીફિકેશનના કામ કર્યા

Dhaval Makadia

Dhaval Makadia

Divyabhaskar.com | Updated - Aug 08, 2018, 06:31 PM
27 વર્ષ સુધી ભારતીય આર્મીના ઇલેક્ટ્રીફિકેશનના કોન્ટ્રાક્ટ રાખી કામ કર્યું
27 વર્ષ સુધી ભારતીય આર્મીના ઇલેક્ટ્રીફિકેશનના કોન્ટ્રાક્ટ રાખી કામ કર્યું

અમદાવાદઃ ‘દાન કરવું તો ગામને ખબર પણના પડે એવી રીતે કરવું’ આ શબ્દો છે અમદાવાદમાં નિર્માણધીન વિશ્વ ઉમિયાધામમાં 51 કરોડનું દાન કરનાર નારાયણદાદા પટેલના. હાલ મુંબઈમાં રહેતા 88વર્ષીય નારયણદાદા મુળ મહેસાણાના નદાસા ગામના વતની છે. 9 ચોપડી પાસ અને ખેડૂત પાટીદાર પરિવારમાં ઉછરેલા નારાયણદાદા 23 વર્ષની ઉંમરે ધંધા અર્થે મુંબઈ ગયા હતા. આજે પાટીદાર સમાજના ઉત્થાન અર્થે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડપણ હેઠળ નિર્માણ પામનાર વિશ્વ ઉમિયાધામમાં દાદાએ 51 કરોડનું દાન કર્યું છે.

27 વર્ષ સુધી ભારતીય આર્મીના ઇલેક્ટ્રીફિકેશનના કોન્ટ્રાક્ટ રાખી કામ કર્યું


શૂન્યમાંથી સર્જન કરીશું એવી આશાએ 1953માં મુંબઈ જઈ ઇલેક્ટ્રીફિકેશન કોન્ટ્રાક્ટ રાખવાની શરૂઆત કરેલી. જોત જોતામાં દાદાએ ભારતીય આર્મીના કેમ્પમાં ઇલેક્ટ્રીફિકેશનના કોન્ટ્રાક્ટ મળ્યા. દાદાએ યુદ્ધ અને ઇમરજન્સીના સમયમાં ભારતીય આર્મીના બોર્ડર પરના ગુપ્ત સ્થળો પર ઇલેક્ટ્રીફિકેશન કરી સેનાની મદદ કરી હતી. જેમાં પંજાબના હલવારા, મુંબઈમાં નીવી, આસામમાં સીરીગુરી અને 1962ના યુદ્ધ વખતે પુના એરફોર્સમાં કામ કરતા હતા. નારાયણદાદાએ 27 વર્ષ સુધી ભારતીય સેનાના વિવિધ કેમ્પોમાં ઇલેક્ટ્રિફિકેશનના કોન્ટ્રાક્ટ રાખ્યા હતા.


88 વર્ષની ઉંમરે પણ ઓફિસે જાય છે

પરિવારમાં પોતે 3 ભાઇ અને 3 બહેનો સાથે ઉછરેલા દાદા આજે કરોડાના આસામી હોવા છતા પોતાનું બધુ કામ જાતે કરે છે સાદગીપૂર્ણ જીવનની મિસાલ સમા છે. તેમનું ગોલ્ડન સુત્ર છે ‘જાત વગરની જાત્રા નકામી’. નારાયણદાદાના પિતાજી ખેડૂત હતા પણ દાનનો મહિમા જાણતા તેથી નાનપણથી દાનના સંસ્કારો લોહીમાં હતા આજે સમાજને 51 કરોડનું દાન કરી સંસ્કાર ઉજાગર કર્યા. આજે દાદાનો પરિવાર ઇલેક્ટ્રીક મેન્યુફેક્ચરીંગના ધંધામાં મુંબઈમાં કાર્યરત છે. નારાયણદાદા 88 વર્ષની ઉંમરે પણ તેમની મુંબઈ ઓપેરા હાઉસમાં આવેલી ઓફિસે રોજ જાય છે. પોતાના ઇમેઇલથી લઇ પત્રો પોતે જ જવાબ આપે છે.


દાદાના મોટા ભાઇ મંગળદાસ 96 વર્ષે કરોડો રૂપિયા હોવા છતા જાતે જમવાનું બનાવે છે

તેમના પિતાજી નદાસા ગામે ખેતી કરતા, જે તે વખતે આઝાદી પહેલા ખેતીની આવકમાંથી અભ્યાસ કરતા બાળકો માટે હોસ્ટેલ બનાવી હતી. પોતે 3 ભાઇ અને 3 બહેનો જેમાં સૌથી મોટા 96 વર્ષીય મંગળદાસભાઈ જે હાલમાં કરોડો રૂપિયા હોવા છતા જાતે જમવાનું બનાવે છે. નારણદાદાને એક દીકરો અને 4 દીકરીઓ સંતાનમાં છે. હાલમાં તેમના પરિવારમાં 4 પેઢીઓ હયાત છે.મુંબઈમાં પણ ઉમિયા મંદિર બનાવવા દાદાના પરિવારે દાન આપ્યું છે

મુંબઈ ગોરેગાવમાં કડવા પાટીદાર સમાજના અધ્યક્ષ સ્થાને નિર્માણ પામી રહેલા ઉમિયા માતાજી મંદિરની જગ્યા નદાસા પરિવારે જ દાન કરી છે. આ ઉપરાંત હરિદ્વારમાં નિર્માણ પામનાર ભવનમાં પણ કરોડોનું દાન આપ્યું છે.

100 વીઘામાં 1000 કરોડના ખર્ચે અમદાવાદમાં આકાર લેશે પાટીદારની આસ્થાનું કેન્દ્ર ઉમિયાધામ

88 વર્ષની ઉંમરે પણ ઓફિસે જાય છે
88 વર્ષની ઉંમરે પણ ઓફિસે જાય છે
મુંબઈમાં પણ ઉમિયા મંદિર બનાવવા દાદાના પરિવારે દાન આપ્યું છે
મુંબઈમાં પણ ઉમિયા મંદિર બનાવવા દાદાના પરિવારે દાન આપ્યું છે
X
27 વર્ષ સુધી ભારતીય આર્મીના ઇલેક્ટ્રીફિકેશનના કોન્ટ્રાક્ટ રાખી કામ કર્યું27 વર્ષ સુધી ભારતીય આર્મીના ઇલેક્ટ્રીફિકેશનના કોન્ટ્રાક્ટ રાખી કામ કર્યું
88 વર્ષની ઉંમરે પણ ઓફિસે જાય છે88 વર્ષની ઉંમરે પણ ઓફિસે જાય છે
મુંબઈમાં પણ ઉમિયા મંદિર બનાવવા દાદાના પરિવારે દાન આપ્યું છેમુંબઈમાં પણ ઉમિયા મંદિર બનાવવા દાદાના પરિવારે દાન આપ્યું છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App