તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈબ્રન્ટ સમિટઃ 50 ટકા કંપનીઓએ પ્રોજેક્ટ પડતા મૂક્યા અને 25 ટકા પ્રારંભિક તબક્કે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સરકાર દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમિટ દીઠ સો કરોડનો ખર્ચ (નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીની ફાઈલ તસવીર) - Divya Bhaskar
ગુજરાત સરકાર દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમિટ દીઠ સો કરોડનો ખર્ચ (નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીની ફાઈલ તસવીર)

* છેલ્લી 4 વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલા 72,177 MOUમાંથી 6,085 પ્રોજેક્ટ જ અમલીકરણના તબક્કા સુધી પહોંચી શક્યા

 

અમદાવાદઃ  જાન્યુઆરી 2019માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

જો કે પીએમ મોદીએ મુખ્યમંત્રીકાળ દરમિયાન જોયેલું વાઈબ્રન્ટ ગુજરાતનું સપનું અધુરું રહી જતું હોય તેમ લાગે છે, કારણ કે 2011,  2013, 2015 અને 2017 સુધી યોજાયેલી 4 વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલા 72,177 MOUમાંથી 50 ટકા પડતા મુકાયા અને 32,242 મંજુર હતા. જ્યારે માત્ર 6,085 પ્રોજેક્ટ જ અમલીકરણના તબક્કા સુધી પહોંચી શક્યા છે. જ્યારે 18,481 પ્રોજેક્ટ હજુ પ્રારંભિક તબક્કે છે અને મંજુર થયેલા પ્રોજેક્ટમાંથી 15,369 પ્રોજેક્ટ પડતા મુકવામાં આવ્યા છે.


મોદીના ગયા બાદ પ્રોજેક્ટો શરૂ કરવાની ગતિ મંદ પડી
 
વર્ષ 2003થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મૂડી રોકાણ વધારવા અને દેશ-વિદેશના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં નવા પ્રોજેક્ટ શરૂ કરવા  વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર સમિટ શરૂ કરી હતી. નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન વાઈબ્રન્ટ સમિટમાં MOU થયા બાદ પ્રોજેક્ટો શરૂ કરવા માટેની ગતિવિધિઓ ઝડપી રહેતી હતી. પરંતુ મોદીના ગયા બાદ ધીમે ધીમે આ ગતિ મંદ પડવા લાગી છે.

 

વાઈબ્રન્ટ સમિટ-2017માં થયેલા 24, 774 MOUમાંથી 16,943 પ્રારંભિક તબક્કે

 

MOUના આંકડા પરથી લાગે છે કે, આ સમિટમાં આવતા બિઝનેસમેન માત્ર ફરવા આવે છે. 
2017માં યોજાયેલી છેલ્લી વાઈબ્રન્ટ સમિટના MOUના આંકડા જોઈએ તો 24, 774 MOUમાંથી માત્ર 3,419 મંજુર થયા જ્યારે 3,659 અમલના તબક્કે અને 16,943 પ્રારંભિક તબક્કે છે. તેમજ 753 પડતા મૂક્યા છે. 

 

 

અન્ય સમાચારો પણ છે...