તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમગ્ર ગુજરાતમાં 30 ટકાથી વધુ વરસાદની ઘટ, પાટણમાં સૌથી વધુ 60 ટકા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: સમગ્ર રાજ્યમાં છેલ્લા ચાર 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેરથી હવે વરસાદની કોઈ ઘટ નથી રહી. પરંતું અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં હજુ પણ વરસાદની 30 ટકાથી પણ વધુની ઘટ નોંધાઈ છે. જેમાં પાટણમાં સૌથી વધુ 60 ટકા જ્યારે કચ્છ-ભૂજમાં 57 ટકા વરસાદની ઘટ પડી છે.


પાટણમાં સૌથી વધુ 60 ટકા વરસાદની ઘટ


ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતમાં ચોમાસામાં સરેરાશ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. પાટણ જિલ્લામાં હજુ સુધી સરેરાશ 5 ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 30 વર્ષની સરખામણીમાં  પાટણમાં 60 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.

 

કચ્છમાં 57 ટકા વરસાદની ઘટ

 

છેલ્લા 3 દિવસથી વરસતા વરસાદના કારણે કચ્છ-ભૂજમાં ચોમાસું હવે બેસ્યું હોય તેવું લાગ્યું. જેમાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ છેલ્લા 30 વર્ષની સરખામણીમાં કચ્છ-ભૂજમાં 57 ટકાની ઘટ પડી છે. 

 

અમદાવાદમાં 51 ટકા વરસાદની ઘટ


છેલ્લા 30 વર્ષોથી અમદાવાદમાં 28 ઈંચ જેટલો વરસાદ પડતો હોય છે પણ આ વર્ષે અમદાવાદમાં માત્ર 8 ઈંચ વરસાદ પડ્યો છે. આ સરખામણીમાં અમદાવાદમાં હજુ સુધી ત્રીજા ભાગ જેટલો જ વરસાદ વરસ્યો છે. આમ અમદાવાદમાં ચોમાસાના સરેરાશ 8 ઈંચ જેટલા વરસાદ સાથે 51 ટકાની ઘટ પડી છે.

 

ક્યાં જિલ્લામાં કેટલી ઘટ ?

 

જિલ્લો સિઝનનો વરસાદ ઘટ
કચ્છ 2.67 ઈંચ 57%
પાટણ 5.55 ઈંચ 60%
બનાસકાંઠા 6.97 ઈંચ 55%
મહેસાણા 7.71 ઈંચ 53%
સાબરકાંઠા 15.07 ઈંચ 36%
ગાંધીનગર 9.64 ઈંચ 53%
અમદાવાદ 8.85 ઈચ 51%
વડોદરા 17.16 ઈંચ 34%
દાહોદ 14.92 ઈંચ 34%
રાજકોટ 11.45 ઈંચ 30%
મોરબી 7.51 ઈંચ 42%
સુરેન્દ્રનગર 7.99 ઈંચ 41%
પોરબંદર 13.77 ઈંચ 31%
દ્વારકા 9.44 ઈંચ 40%