પોન્ઝી સ્કીમ/ 260 કરોડના કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી નાટ્યાત્મક ઢબે પોલીસના શરણે

260 CR scam bhargvi shah cid crime arrested

divyabhaskar.com

Dec 06, 2018, 11:50 PM IST

*અન્ય આરોપી દાનસિંહ અને પ્રગતિ વ્યાસ પણ ટૂંકમાં હાજર થવાની શક્યતા

અમદાવાદ: રાજ્યમાં ચકચાર મચાવનારા 260 કરોડ રૂપિયાના કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી શાહ ગુરુવારે સી.આઈ.ડી. ક્રાઈમની ગાંધીનગર ખાતેની કચેરીએ નાટકીયઢબે શરણે આવી હતી. વિનય શાહ તેની પત્ની ભાર્ગવી શાહ, દાનસિંહ વાળા અને પ્રગતિ વ્યાસ આ કેસમાં વોન્ટેડ છે. વિનય શાહની નેપાળમાં ધરપકડ પછી ભાર્ગવીની શરણાગતિ સૂચક છે.


ભાર્ગવી શાહ ગુરુવારે સાંજે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની કચેરીમાં શરણે આવ્યા પછી પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમે ભાર્ગવી અત્યારસુધી કયાં હતી તેણે કોને ત્યાં આશરો લીધો હતો તેને કોણે મદદ કરી વગેરે દિશામાં તપાસ આદરી છે. દરમિયાન અન્ય આરોપીઓ પોલીસને શરણે આવે તેવી સંભાવના છે.

ભાર્ગવી અને પુત્ર મોનિલ શાહના 1.27 કરોડના શેર ફ્રીઝ કરાયા

વિનય શાહની પત્ની ભાર્ગવી, પુત્ર મોનિલના નામે શેરબજારમાં લેવડ દેવડ કરતી હતી. ભાર્ગવી અને મોનિલના ડીમેટ એકાઉન્ટની તપાસ કરતા સીઆઈડી ક્રાઈમને જાણવા મળ્યું હતું કે, બંનેના ડીમેટ એકાઉન્ટમાં કુલ રૂ. 1.27 કરોડના શેર હતા જે ફ્રીઝ કરાયા છે.

આરોપીઓના બેન્ક ખાતામાં લાખોનું બેલેન્સ


વિનય શાહની કંપની ના અલગ અલગ બેંક ખાતા છે. જેમાં કુલ બેલેન્સ રૂ.10,18,005 છે, ભાર્ગવીના 6 ખાતા છે જેમાં કુલ બેલેન્સ રૂ.8,46,392 છે. અન્ય આરોપી દાનસિંહ વાળા તથા તેના પરિવારના સભ્યોના કુલ 11 અલગ અલગ બેંક ખાતામાં કુલ બેલેન્સ રૂ.29,70,213 મળી આવ્યા છે.

ભોગ બનેલા 558 લોકોના નિવેદન નોંધાયા

વિનય શાહના કૌભાંડનો ભોગ બનેલા લોકોને નિવેદનો નોંધાવવા માટે અપીલ કરવામાં આવી હતી જેના પગલે અત્યારસુધીમાં કુલ 558 લોકોએ તેમના નિવેદનો પોલીસ સમક્ષ નોંધાવ્યા છે. અત્યારસુધીમાં ભોગ બનનાર લોકોને 4.84 કરોડ કરતા વધુનું નુકશાન થયું છે.

ચાર ફલેટ જપ્ત કરવા કાર્યવાહી


સીઆઈડી ક્રાઈમે હાથ ધરેલી તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહના નામે અમદાવાદ, પાલડીમાં કુલ 4 વૈભવી ફલેટ છે. આથી સીઆઈડીએ આ તમામ મિલકત સીઝ કરવા માટે અમદાવાદ કલેકટરના યાદી પાઠવી છે.

X
260 CR scam bhargvi shah cid crime arrested
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી