અમદાવાદ: હાઇકોર્ટના આદેશને પગલે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદે દબાણો સામે શનિવારે પણ ઝુંબેશ ચાલુ રાખી હતી. સૌથી વધુ 1338 દબાણો પૂર્વ ઝોનમાં તોડી પાડવામાં આવ્યા હતા. એ પછી મધ્ય ઝોનમાં 247, ઉત્તર ઝોનમાં 218, પશ્ચિમ ઝોનમાં 114, દક્ષિણ ઝોનમાં 95 અને નવા પશ્ચિમ ઝોનમાં 79 ગેરકાયદે બાંધકામ દૂર કરાયા હતા. જો કે ડ્રાઈવ દરમિયાન લોકો સાથે ઘર્ષણની કોઈ ઘટના બની ન હતી.
પૂર્વ અમદાવાદમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, અનેક લોકો દંડાયા, રિક્ષાચાલકો ભાગ્યા
શનિવારે એસ્ટેટ વિભાગે ઘાટલોડિયામાં રન્ના પાર્કથી પ્રભાત ચોક વચ્ચે રોડની બંને બાજુ દુકાનમાલિકોએ ઊભા કરેલા શેડ તથા ઓટલા સહિતના વધારાના બાંધકામ પર હથોડા અને જેસીબી મશીનથી તોડી કાઢ્યા હતા. આ કામગીરી સાંજ સુધી ચાલુ રહી હતી.આ કામગીરી નિહાળવા માટે સ્થાનિકો ટોળે વળ્યા હતા અને લોકો મોબાઈલથી ફોટો તેમજ વીડિયો ઉતારતા હતા. કોર્પોરેશનના નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ, ટોરેન્ટ તેમજ પોલીસ પાર્ટી સાથે કાલુપુર કો.ઓ. બેંક સહિત વીર ડેરી, પતંજલિ સ્ટોર્સ અને ડો. વી.એન. શાહની ક્લિનિકનો શેડ તેમજ ઓટલો તોડી નાંખ્યા હતા. તો એક બંધ દુકાન સહિત ચારભુજા સેન્ડવીચ, રામા તેમજ ઝમકુડી ફેશન, ચંદન મેડિકલ સ્ટોર્સ સહિત 31 શેડ તોડી નાંખ્યા હતા. જયારે જનતા આઇસક્રીમ, ભેરુજી ભાજીપાઉં, માધવ લસ્સી તેમજ ગાંધી સોડા શોપ સહિતના 21 દુકાનોના ઓટલા તોડી નાંખવામાં આવ્યા હતા.
આ તમામ વિસ્તારોમાં સરપ્રાઇઝ ડ્રાઇવ કરી હતી
પૂર્વના અમરાઇવાડી, રામોલ, ઓઢવ, જશોદા ચોકડી, નારોલ, વટવા જીઆઇડીસી, રબારીકોલોની, ગોમતીપુર, કૃષ્ણનગર, શાહીબાગ, અસારવા, ગિરધરનગરના નરોડા, ઠક્કરનગરમાં ડ્રાઇવ કરી હતી.જેમાં 3 ડીસીપી, 4 એસીપી, 18 પીઆઇ અને 350થી વધારે પોલીસ કર્મીઓએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં શનિવારે સવારે 10.30 વાગે ટ્રાફિક ડ્રાઇવ શરુ કરી હતી. જ્યારે રાતે પણ આ તમામ વિસ્તારોમાં સરપ્રાઇઝ ડ્રાઇવ કરી હતી. પોલીસે કેટલાક વાહનો ટો કર્યા હતા.
મંદિર બહાર પાર્કિંગ કરનારા વાહન માલિકોને દંડ
પોલીસનો કાફલો જોઇ રોડ પર ઉભા રહેતા રિક્ષાચાલકો ત્યાંથી ભાગી ગયા હતા. જ્યારે કેટલાક વાહનચાલકોને ટ્રાફિક નિયમના ભંગ કરવા બદલ દંડ કરાયો હતો. જ્યારે મોટાભાગની દુકાનો બંધ રહી હતી. મંદિર બહાર પાર્કિંગ કરનારા વાહન માલિકોને દંડ પોલીસે રોડ પર દબાણ કરતા ચાર રસ્તા પરના મંદિરોને પણ ટ્રાફિક ડ્રાઇવમાં લઇ લીધા હતા. મંદિરમાં દર્શન કરવા આવેલા લોકોએ ટ્રાફિક થાય તે રીતે મંદિરમાં પાર્ક કરેલા વાહનોને પણ દંડ ફટકાર્યો હતો.
ઘાટલોડિયામાં પાકાં બાંધકામ પણ તોડાયાં
- 31 શેડ તોડયાં, 21 ઓટલા તોડ્યાં, 27 પાકા બાંધકામ
પૂર્વ વિસ્તારમાં 307 દુકાનને નોટિસ
- 307 દુકાન, સોસાયટીને નોટિસ
- 43280 સ્થળ પર દંડ વસૂલ કરવામાં આવ્યો
- 83 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા
- 760 મેમો ટ્રાફિક નિયમના બદલ ઈસ્યુ કરાયા
- 63 હજાર દંડ મ્યુનિ. દબાણ હટાવી વસૂલ કર્યો
- 2 હજાર લોકોને ટ્રાફિક અવેરનેશ માટે સમજાવ્યા
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.