મર્ડર કેસ / સેશન્સ કોર્ટનો ચુકાદો, 1985ના ખાડિયા કોન્સ્ટેબલ હત્યા કેસમાં ભાજપના કોર્પોરેટર સહિત પાંચ નિર્દોષ

ભાજપના કોર્પોરેટર મયૂર દવે-સૌજન્ય ફેસબૂક
ભાજપના કોર્પોરેટર મયૂર દવે-સૌજન્ય ફેસબૂક
X
ભાજપના કોર્પોરેટર મયૂર દવે-સૌજન્ય ફેસબૂકભાજપના કોર્પોરેટર મયૂર દવે-સૌજન્ય ફેસબૂક

  • પૂર્વ સાંસદ હરિન પાઠક અને પૂર્વ આરોગ્યમંત્રી અશોક ભટ્ટને ડિસ્ચાર્જ થયા હતા
  • સુપ્રીમે સ્ટે ઉઠાવી લેતા સેશન્સ કોર્ટે કોન્સ્ટેબલ લક્ષ્મણ દેસાઇ હત્યા કેસમાં ચુકાદો આપ્યો

divyabhaskar.com

Feb 12, 2019, 03:05 PM IST

અમદાવાદઃ સેશન્સ કોર્ટે શહેરના ખાડિયા વિસ્તારમાં 1985માં થયેલા રમખાણો દરમિયાન કોન્સ્ટેબલ લક્ષ્મણ દેસાઇ હત્યા કેસમાં ભાજપના નેતા અને કોર્પોરેટર મયૂર દવે સહિત 5 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. સુપ્રીમકોર્ટે 2017માં સ્ટે ઉઠાવતા આ કેસ સશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. આ પહેલા કોર્ટે પૂર્વ સાંસદ હરિન પાઠક અને પૂર્વ આરોગ્યમંત્રી અશોક ભટ્ટને આ કેસમાંથી ડિસ્ચાર્જ કર્યા હતાં
 

ભાજપના ત્રણ નેતા સહિત 7 સામે ફરિયાદ થઈ હતી

આ હત્યા કેસમાં પૂર્વ સાંસદ હરિન પાઠક, પૂર્વ આરોગ્યમંત્રી સ્વ.અશોક ભટ્ટ, મયૂર દવે, મધુકર, વિજય શાહ, કિરણ શાહ સહિત સાત લોકો સામે ફરિયાદ કરાઈ હતી. ત્યારબાદ આ કેસ સેશન્સ કોર્ટમાં આવ્યો હતો. જો કે, મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા કેસ પર સ્ટે આવી ગયો હતો. બીજી તરફ એપ્રિલ 2018માં સ્ટે ઉઠાવી લેતા કોર્ટે ભાજપના કોર્પોરેટર મયૂર દવે, કિરણ શાહ સહિત પાંચ આરોપીઓને હાજર રહેવા માટે જામીન લાયક વોરંટ જારી કર્યું હતું. ત્યારબાદ કેસની સુનાવણી શરૂ કરાઈ હતી. જો કે, કેસ શરૂ થયા બાદ આરોપી વિજય શાંતિલાલ શાહ તરફે કેસ બીજી અદાલતમાં ટ્રાન્સફર કરવા અરજી કરાઈ હતી. આ અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.
2. અપૂરતા પુરાવાને કારણે વકીલની આરોપીને નિર્દોષ છોડવા પેરવી
ત્યારબાદ આ કેસ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ તપાસ કરનાર અધિકારી પી.સી.ગણાત્રા વિદેશ હોવાથી ફરી કેસમાં વિલંબ થયો હતો. બીજી તરફ કેસમાં આરોપીઓ તરફે એડવોકેટ ચેતન શાહે એવી દલીલ કરી હતી કે, આખો કેસ પુરવાર થાય તેટલા પુરાવા નથી, કોઇ સાક્ષીના નિવેદન નથી, અગાઉ કોર્ટે પુરાવાને ધ્યાને લઇ બે આરોપીઓને ડિસ્ચાર્જ કરી દીધા છે, ત્યારે આ આરોપીઓ સામે કેસ સાબિત થતો નથી ત્યારે કોર્ટે નિર્દોષ છોડી મુકવા જોઇએ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી