તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશી ધરતી પર ગુજરાતના બાળકો ઉજવશે ‘કાનુડા’નો જન્મદિન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: વિદેશની ધરતી પર કાર્નિવલ ફેસ્ટિવલ દરમ્યાન જન્માષ્ટમીએ અમદાવાદના 10 બાળકો ભગવદગીતા આધારિત શ્રી કૃષ્ણ થીમ રજૂ કરીને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિન ડાન્સ સ્વરૂપે ઉજવીનેને એક નવો અભિગમ દર્શાવશે. આ 10 બાળકો અમદાવાદની સાંસ્કૃતિક સંસ્થા ડાયનામાઇઝ એકેડેમી ગ્રુપના નેજા હેઠળ વિદેશના પ્રવાસે જઇ રહ્યાં છે. સંસ્થાના તીર્થરાજ ત્રિવેદીએ જણાવ્યું કે જે 10 બાળકો ભાગ લેશે તેમાં કૌશલ ગુંદરણિયા, દક્ષરાજ ત્રિવેદી, વત્સલ સેલાર, રેનિશા પિપલિયા, આયુષી વોરા, હેલી સાવલિયા, ચાર્મી ભીમાણી, રીતુ બ્રહ્મભટ્ટ, મિકુલ પટેલ, વિશાલ વોરાનો સમાવેશ થાય છે. આ બાળકો 11 વર્ષથી વયના લઇને 16 વર્ષની વય સુધીના છે. 


એશિયામાંથી ભારત- શ્રીલંકા લેશે ભાગ
22 ઓગસ્ટના રોજ ગુજરાતના આ બાળ કલાકારોનું સાંસ્કૃતિક વૃંદ બ્રિટીશ હાઇકમિશ્નર જ્યોર્ફ વેઇનની શુભેચ્છા મુલાકાતે જશે અને 29 ઓગસ્ટે લંડન જવા રવાના થશે. બ્રિટનની ધરતી પર લંડનના કિંગ્સ્ટન ખાતે કાર્નિવલ ફેસ્ટિવલની ઉજવણીમાં વિશ્વના અનેક દેશોના બાળકો-યુવાનો ભાગ લેવા આવતા હોય છે. તેમણે કહ્યું કે એશિયામાંથી માત્ર ભારત અને શ્રીલંકાને આ કાર્નિવલમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું છે. 


વિદેશની ધરતી પર ગુજરાતી સંસ્કૃતિનો ડંકો વગાડશે
ભારતમાં પણ ગુજરાતને પણ આમંત્રણ મળતા અમદાવાદના બાપુનગરની વિવિધ શાળાના 10 છાત્રો વિદેશની ધરતી પર કાનુડાના જન્મદિનની ઉજવણી ડાન્સ રૂપે કર્યા બાદ ભારતના જવાનોની છાતી ગદ ગદ ફુલે તેમ જયજય કારા અને ઇન્ડિયા વાલેના કાર્યક્રર્મો પણ ડાન્સ સ્વરૂપે રજૂ કરશે. તેઓ લંડન ઉપરાંત લેસ્ટર, કિંગસ્ટન વગેરે શહેરોમાં મંચ પર ડાન્સ રજૂ કરશે. અને વિદેશની ધરતી પર ગુજરાતની આગવી સંસ્કૃતિની પરંપરાનો ડંકો વગાડશે. ગુજરાતના આ બાળકો ત્યારબાદ 8 ઓગસ્ટના રોજ પરત અમદાવાદ આવશે.