બિહારમાં રામકથા દરમિયાન મોરારિ બાપુએ કહ્યું,‘હમ જોડને મેં પડે હૈ, આપ તોડને મેં પડે હૈ’

divyabhaskar.com

Dec 07, 2018, 02:42 PM IST
morari bapu ramtatha in bihar talking about lord hanuman

અમદાવાદઃ પ્રસિદ્ધ રામકથાકાર મોરારિ બાપુએ હનુમાનજીને દલિત ગણાવતી ટિપ્પણી બદલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. બિહારના સિમરીયા ખાતે ચાલી રહેલી રામકથા દરમ્યાન મોરારિ બાપુએ કહ્યું હતું કે આ પ્રકારના નિવેદનોને કારણે દેશને અપાર નુકસાન થઈ રહ્યું છે. રાજસ્થાનના અલવરમાં એક ચૂંટણી સભાને સંબોધતા યોગી આદિત્યનાથે દલિત ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘બજરંગબલી એવા લોકદેવતા છે જે સ્વયં વનવાસી છે, નિર્વાસી છે, દલિત છે, વંચિત છે.’

મોરારિ બાપુએ યોગીની ટિપ્પણી સામે આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે ધર્મક્ષેત્ર, કુરુક્ષેત્ર એમ સૌ હનુમાનની જાતિ શોધવા માટે નીકળી પડ્યા છે પણ હનુમાનજી તો પવન છે, વાયુ છે. તેઓ સૌના છે. મોરારિ બાપુના નિવેદનને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકોએ આવકાર આપ્યો હતો.

રાજસ્થાનના અલવરમાં યોગીએ શું કહ્યું હતું?
‘બજરંગબલી એક એવા લોકદેવતા છે જે સ્વયં વનવાસી છે, નિર્વાસી છે, દલિત છે, વંચિત છે. ભારતીય સમુદાયને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂર્વથી પશ્ચિમ સુધી જોડવાનું કામ બજરંગબલી કરે છે.’

મોરારિ બાપુએ શું કહ્યું?
‘બંધ કરો, તમારા નિહિત સ્વાર્થ ખાતર ક્યારેક તમે ગમે તેવા નિવેદનો આપો છો. તેનાથી હિંદુસ્તાનને નુકસાન થઈ રહ્યું છે. અમે જોડવાનું કામ કરીએ છીએ, તમે તોડવા મચી પડ્યા છો....સુધર જાઓ.....ધર્મક્ષેત્ર, કુરુક્ષેત્ર બધા જ હનુમાનની જાતિ શોધવા નીકળી પડ્યા છે....બંધ કરો આ બધું. હનુમાન પવન છે, વાયુ છે, હનુમાન સૌના છે. કોણ કહે છે નથી? હનુમાન પ્રાણ છે.

X
morari bapu ramtatha in bihar talking about lord hanuman
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી