તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અ'વાદ: ભારતનું નાગરિકત્વ મેળવવા સૌથી વધુ 566 અરજી પાકિસ્તાનમાંથી, માત્ર 97ને મંજૂરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ભારતના નાગરિકત્વ માટે આવેલી અરજીઓમાંથી પાકિસ્તાનના નાગરિકોની સૌથી વધુ અરજીઓ છે. છેલ્લા નવ વર્ષમાં માત્ર પાકિસ્તાનના 566 નાગરિકોએ ભારતમાં સ્થાયી થવા અરજી કરી છે. જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 97ને નાગરિકત્વ મળ્યું છે. જ્યારે 469 અરજીઓ ટેક્નિકલ કારણો હોવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારની મંજૂરીમાં પડી છે. વિવિધ દેશોની કુલ 545 અરજીમાંથી 116 અરજીનો નિકાલ કરાયો છે અને હાલ 360 અરજીઓ પડતર છે. બાકીની અરજીઓમાં અરજદારે પુરાવા જમા કરાવવાના બાકી ઉપરાંત પોલીસ કમિશનર કચેરી અને આઇ.બી.વિભાગની તપાસ બાકી હોય તેવી અરજીઓનો સમાવેશ થાય છે.
ભારતમાં રહેતા હોય અને સાત વર્ષના વિઝા પૂરા થયા હોય તેવા અમદાવાદ જિલ્લાના પાકિસ્તાની નાગિરકોની ભારતમાં સ્થાયી થવા ઉપરાંત વિઝાની મુદ્દત વધારવા માટેની અરજીમાં ‌વધારો થતો જાય છે. વર્ષ 2008થી 2016 સુધીમાં પાકિસ્તાન, નેપાલ,શ્રીલંકા,મલેશિયા,બ્રિટન,કેન્યા,તાન્ઝાનિયા,સાઉથ આફ્રિકા,મોઝામ્બિક,યુએસએ, યુકે સહિતના દેશમાંથી અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવતી અરજીઓ રાજ્ય સરકારને મોકલાય છે. સરકારને યોગ્ય લાગે તો અરજી કેન્દ્ર સરકારને મોકલી અાપે છે.
છેલ્લા ચાર વર્ષ પૈકી 2013માં 10 નાગરિક,2014માં 18 નાગરિક, 2015માં 36 નાગરિક અને 2016માં નવા એક મળી 112 નાગરિકને ભારતીય નાગરિકત્વની મંજૂરી અપાઇ છે. જેમાંંથી 108 નાગરિકો પાકિસ્તાનના હતાં. નિયમ મુજબ અરજી કરનાર નાગરિકને ભારતમાં સાત વર્ષ થવા ઉપરાંત અરજી બાદ છેલ્લા 12 મહિનાથી વિદેશ પ્રવાસ પણ કરેલો નહોય તેવા જ નાગરિકોની અરજી ધ્યાનમાં લેવાય છે. આ ઉપરાંત નિયમ એસ-1-એ,સી,ડી,ઇ અને જી સહિત 6-1 હેઠળ અરજી કરી શકે છે. 6-1માં કોઇ પણ દેશનો નાગરિક છેલ્લા 12 વર્ષથી રહેતો હોય તો સ્પેશિયલ કેસમાં અરજી કરી શકે છે.
2008થી આવેલી વિવિધ દેશોની અરજીઓ
વર્ષ અરજી

2008- 45
2009- 43
2010- 32
2011- 32
2012- 71
2013- 40
2014- 83
2015- 131
2016- 117
અન્ય સમાચારો પણ છે...