દેશભરનાં 81 પાસપોર્ટ કેન્દ્રો,37 પ્રાદેશિક ઓફિસ આધાર સાથે લિંકઅપ કરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદેશ મંત્રાલયે પાઈલટ પ્રોજેક્ટના કાયમી અમલનો નિર્ણય કર્યો
એક આધારકાર્ડથી તમામ પ્રોસિજર જલ્દી થશે
લિંકઅપથી પાસપોર્ટનું ડુપ્લિકેશન નહીં થાય

અમદાવાદ: વિદેશ મંત્રાલય પાસપોર્ટ વિભાગને આધાર કાર્ડ સાથે લિંકઅપ કરવાના પાઇલટ પ્રોજેક્ટને કાયમી ધોરણે જોડશે. બેથી ત્રણ મહિનામાં દેશના 81 પાસપોર્ટ સેવા કેન્દ્ર તેમજ 37 રિજિનલ પાસપોર્ટ ઓફિસમાં આ સેવા લાગુ કરાશે. પાસપોર્ટ વિભાગ 2014-15માં દેશના 7 રિજિનલ પાસપોર્ટ ઓફિસમાં આધાર કાર્ડના લિંકઅપને પાયલોટ પ્રોજેકટ તરીકે ચલાવાતો હતો. જેમાં આધારકાર્ડને આઈડેન્ટી અને એડ્રેસપ્રૂફ તરીકે માન્યતા આપી દેવાઈ હતી, જેના કારણે હવે પાસપોર્ટ પ્રક્રિયા વધુ ઝડપી બનશે.
આધાર કાર્ડ સાથે જોડાણથી પ્રક્રિયા ઝડપી બનશે

પાસપોર્ટના ફોર્મમાં અરજદારો પોતાનો આધાર નંબર નોંધ્યા બાદ પ્રિ-પોલીસ વેરિફિકેશન, રી ઈસ્યુ ઓફ પાસપોર્ટ અને તત્કાલ પાસપોર્ટ સેવા માટે જરૂરી વધુ પડતા ડોક્યુમેન્ટને બદલે હવે માત્ર એક આધાર કાર્ડ બતાવવાથી તમામ પ્રોસિજર જલદીથી પૂરી થશે.
આધારનો બાયોમેટ્રિક ડેટા પાસપોર્ટ વિભાગને મળશે
આધાર અને પાસપોર્ટ વિભાગના લિંકઅપ થવાથી પાસપોર્ટના ડુપ્લિકેશનની શક્યતાઓ નહીંવત્ થઈ જશે. આધારમાં લેવાતા આંખની રેટીના તેમજ ફિંગરપ્રિન્ટના બાયોમેટ્રિક ડેટા પાસપોર્ટ વિભાગ મેળવી લેશે. જેથી અરજીમાં આપેલા પોતાના 12 આકડાના નંબરના આધારે અરજદારની પાકી ઓળખ પાસપોર્ટ વિભાગ તાત્કાલિક કરી લેશે. - ઝેડ.એ.ખાન, રિજિનલ પાસપોર્ટ અધિકારી
અન્ય સમાચારો પણ છે...