માતૃભાષા ગુજરાતીમાં 70 હજાર વિદ્યાર્થીઓ નાપાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર કરવામાં આવેલા ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરીણામનું વિશ્લેષણ કરતાં ચોંકાવનારી વિગત બહાર આવી છે કે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષા ગુજરાતીમાં જ બહુ નબળા છે અમને 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગત વર્ષે ગુજરાતીમાં માત્ર 15954 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ ઉપરાંત ઇંગ્લીશમાં પણ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ નબળા છે અને તેમાં 1.68 લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગત વર્ષે ઇંગ્લીશમાં 100198 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.
- 100 ટકા પરિણામ ધરાવતી 129 અને 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 141 સ્કૂલો
- પ્રથમ વર્ષ બીકોમની 15 હજારથી વધુ બેઠકો ખાલી રહેવાની સંભાવના
- અંગ્રેજી માધ્યમનું પરિણામ ગત વર્ષ કરતાં વધુ હોવાથી કોલેજોમાં ધસારો વધશે
- એક વિષયમાં 29239, બે વિષયમાં 62790, ત્રણ વિષયમાં 51640 નાપાસ
- પાયો નબળો: અંગ્રેજીમાં 1.68 લાખ, એકાઉન્ટ્સમાં 73 હજાર અને ઇકોનોમિક્સમાં 65 હજાર વિદ્યાર્થીઓ નાપાસ થયા
- મેનેજમેન્ટમાં કેરિયર બનાવવા માટે ધસારો થાય તેવી શક્યતા

આ ઉપરાંત એકાઉન્ટસ વિષયમાં 73,706 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને ગત વર્ષે 53982 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ વર્ષે ઇકોનોમિક્સમાં 65263 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને ગત વર્ષે 27191 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. સ્ટેટેસ્ટીક્સમાં 60054 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે જે ગત વર્ષે 20682 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. વાણીજ્ય વ્યવસ્થા વિષયમાં આ વર્ષે 39877 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે જોકે ગત વર્ષે 14326 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. દેવોની ભાષા સંસ્કૃતમાં 75686 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે જે ગત વર્ષે માત્ર 6615 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ ઉપરાંત આ વર્ષે ફીલોસોફીમાં 53192, સોશ્યોલોજીમાં 25286, સાયકોલોજીમાં 48778, ભૂગોળમાં 47577 અને કમ્પ્યુટરમાં 15025 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
કોઇ એક વિષયમાં આ વર્ષે 29239 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ ઉપરાંત બે વિષયમાં 62790 અને ત્રણ વિષયમાં 51640 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
મુખ્ય વિષયોમાં વિદ્યાર્થીઓ ધોવાયા
ધોરણ 12 સામાન્ય પ્રવાહના તમામ મુખ્ય વિષયોમાં વિદ્યાર્થીઓ ઓછો સ્કોર કરી શક્યા છે જેના કારણે ગત વર્ષની સરખામણીમાં કુલ રિઝલ્ટમાં 11 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
આગળની સ્લાઇડ્સમાં વાચોઃ તમામ કોમન પેપર્સમાં ઓછું પરિણામ, એ-1 ગ્રેડમાં અમદાવાદ અવ્વલ, 12 કોમર્સમાં પણ છોટા ઉદેપુર છેલ્લે